________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુદ્ધભેરી સાંભળીને, હજારો વિદ્યાધર સુભટો રાજમહેલના વિશાળ પ્રાંગણમાં, મેદાનમાં ભેગા થયા. રાજકુમારો પણ શસ્ત્રસજ્જ બની આવી પહોંચ્યા. અનંગરતિએ યુદ્ધમેદાન પરની ધૂહરચના સમજાવી. નગરમાં પ્રજાજનો ભય, શંકા અને ચિંતાથી વ્યગ્ર બની ગયા હતા. વિદ્યાધરો પરસ્પર વાર્તાલાપ કરતા હતા :
“મહારાજાનું આ યુદ્ધ અનીતિનું છે. તેમણે પૃથ્વીવાસીની પ્રિયતમા પાછી આપી દેવી જોઈએ...'
સાંભળ્યું છે કે હજારો વિદ્યાધર સુભટોએ એ પૃથ્વીવાસીનું આધિપત્ય સ્વીકારી લીધું છે. પર્વતની તળેટીમાં સેનાપતિ દુર્મુખ હણાયો.. અને તેના ભાગી આવી..”
મને તો ઉપર પણ એવા જ હાલ થવાના લાગે છે. યુદ્ધમાં ઘોર પરાજય થશે.. એ પૃથ્વીવાસીએ સર્વ વિદ્યાદેવીઓને આધીન કરી લીધી છે...'
હા, આપણી નગર-અધિષ્ઠાયિકા દેવી મહાકાલીએ પણ રાજાને ચેતવણી આપી જ હતી. કે તમે પૃથ્વીવાસીની પ્રિયતમા પાછી આપી દે. નહીંતર પરિણામ સારું નહીં આવે.”
“પણ આપણો રાજા અભિમાની છે... વિષયાંધ બનેલો છે. એણે દેવીની પણ અવગણના કરી નાખી.. મને તો લાગે છે કે આ યુદ્ધમાં મહારાજા હણાશે.... રાજકુમાર હણાશે...'
જ્યારે મનુષ્યનો વિનાશ થવાનો હોય છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. મહારાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે...'
પૃથ્વીવાસીની સેના નાનીસૂની નથી. વિશાળ સેના છે. પરાક્રમી સુભટો છે, અને પૃથ્વીવાસી પોતે, વિદ્યાધર જેટલી જ શક્તિઓ ધરાવે છે...'
પોતાની પ્રિયતમાને મુક્ત કરાવવા એ બધો જ પ્રયત્ન કરી છૂટશે. દેવીદેવતાઓ પણ એના જ પક્ષે રહેશે....”
અમારા ગુપ્તચરોએ નગરચર્ચા સાંભળીને, અમને કહી સંભળાવી. અમારી સેનાએ યુદ્ધ માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી.
અનંગરતિની સેના નગરની બહાર નીકળી. યુદ્ધના અવકાશી મેદાન પર એણે શકટયૂહ"ની રચના કરી. મેં સેનાને “પાગૃહ'માં ગોઠવી દીધી. સેનાના અગ્રભાગે ચંડસિહ, સમરસેન અને દેવઋષભ ત્રણ સેનાપતિઓ ગોઠવાયા. ચંડસિહ પાસે ગદા હતી. સમરસેન ધનુષ્ય-બાણથી સજ્જ હતો, અને દેવઋષભ લાંબી બે તલવારોથી સજ્જ હતો.
તેમની પાછળની હરોળમાં મતંગ, પિંગલગંધાર અને વાયુવેગ ગોઠવાયા હતા. મારું વિમાન આ બે હરોળની વચ્ચે હતું.
અનંગરતિનું સૈન્ય નજીક આવ્યું. મારી પાસે રહેલા અમિતગતિને મેં શત્રુસેનાના અગ્રિમ સ્થાને રહેલા સુભટોનાં નામ પૂછુયાં. અમિતગતિએ કહ્યું : “હે દેવ, શકટબૂહના
૭૯૮
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only