________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોખરે રાજા કાંચનદં રહેલા છે. ડાબી બાજુ અશોક છે, જમણી બાજુ કાલસિંહ છે. તેમની પાછળ વિરૂપ અને અનંગરતિનું વિમાન છે. યુદ્ધનો પ્રારંભ થયો.
ચંડસિંહે યુદ્ધનો પ્રારંભ કરતાં, ગદા બાજુએ મૂકી, ધનુષ્યબાણ લીધાં. ધનુષ્ય પર એક પછી એક દસ તીર ચઢાવીને તેણે અનંગરતિના દસ સુભટોને મારી નાખ્યા. બંને પક્ષો જોશમાં આવીને લડવા લાગ્યા.
કાંચનદંષ્ટ્ર રાજાએ મારા સૈન્ય પર તીરોની વર્ષા કરી દીધી. તેનું યુદ્ધ કૌશલ અદ્દભુત હતું. તેની સામે સમરસેને મોરચો લીધો. સમરસેન, કાંચનદંષ્ટ્રના એક એક તીરને, રસ્તામાં જ પ્રતિપક્ષી તીરોથી હણી નાખવા લાગ્યો,
બીજી બાજુ અનંગરતિનો જમણો હાથ કહેવાતો કાલસિંહ બે હાથમાં બે તલવારો લઈ... ઘાસની જેમ મારા સુભટોને હણી રહ્યો હતો. મેં તરત જ વાયુવેગને એની સામે દોડાવ્યો. વાયુવેગે ભાલાનો તીણ ઘા કરીને, કાલસિંહના એક હાથને જ છેદી નાખ્યો. છતાં કાલસિંહ એક હાથે મરણિયો બનીને લડવા લાગ્યો. વાયુવેગને દુશ્મન સુભટો એ ઘેરી લીધો... પરંતુ વાયુવેગ એક એક ઘાને ચુકાવી, દુશ્મન સુભટોને હંફાવતો હતો. મતંગે જોયું કે વાયુવેગ ઘેરાઈ ગયો છે. તરત જ બે હાથમાં તલવારો સાથે તે દોડ્યો.... અને પાછળથી દુમન સૈનિકો પર હુમલો કરી દીધો... ચપોચપ તેણે દસ દુશ્મનોને યમસદનમાં પહોંચાડી દીધા.
પરંતુ કાંચનદંષ્ટ્ર રાજાએ અવસર જોઈને, ચંડસિંહ પર તલવારનો તીક્ષ્ણ પ્રહાર કરી દીધો. ચંડસિંહ જમીન પર ઢળી પડ્યો. અનંગરતિના સૈન્યમાં વાજિંત્રો વાગવા લાગ્યા. સુભટો હર્ષના પોકારો પાડવા લાગ્યા. મારું સૈન્ય ભાગવા લાગ્યું. ત્યાં મેં દેવઋષભને ઘાયલ થયેલા ચંડસિંહને છાવણીમાં લઈ જવાની આજ્ઞા કરી અને વિદ્યાધર રાજાઓ સાથે હું યુદ્ધના મેદાનમાં ધસી ગયો. ભાગતા સૈનિકો પાછા વળ્યા અને મને મેદાનમાં જોઈ, જોશમાં આવી ગયા.
યુદ્ધ રૌદ્ર સ્વરૂપ લીધું. મારા પક્ષે રહેલા વિદ્યાધર રાજાઓએ શત્રુસૈન્યમાં કાળો કેર વર્તાવી દીધો. હું અનંગરતિને શોધતો હતો. અમિતગતિ મારી સાથે જ હતો. તેણે મને અનંગરતિનું વિમાન દેખાડ્યું. મારું વિમાન એની તરફ ધસી ગયું. અમે એકબીજાની સામે આવી ગયા. મેં અનંગરતિને કહ્યું :
“અરે દુષ્ટ રાજા, યુદ્ધમાં હજારો યોદ્ધાઓ મરી રહ્યા છે. શા માટે? ઝઘડો આપણા બે વચ્ચે છે, આપણે જ લડી લઈએ!”
તે નજીક આવ્યો. હસવા લાગ્યો અને બોલ્યો : “અરે પૃથ્વીવાસી, મારી સાથે તારો શાનો વિવાદ? સિંહ અને શિયાળ વચ્ચે વિવાદ તેં સાંભળ્યો છે?'
મેં કહ્યું : “લંપટ, કોણ સિંહ છે ને કોણ શિયાળ છે, તેનો નિર્ણય હમણાં જ થઈ
શ્રી સમરાદિત્ય મહાકથા
Ec
For Private And Personal Use Only