________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જશે. અહીં દેવી છે, વિદ્યાધરો છે અને વિદ્યાસિદ્ધ પુરુષો છે. તેઓ ન્યાય કરશે.. યુદ્ધ સ્થગિત કરો અને આપણે બે લડી લઈએ.'
યુદ્ધ થોભાવી દીધું. પહેલા અનંગરતિએ મારા પર વજાગ્નિ-અસ્ત્ર છોડ્યું. અગ્નિનો વરસાદ થયો. મેં ચર્મરત્નથી એનું વારણ કર્યું. તેણે બીજા દિવ્ય અસ્ત્રો છોડયાં, મેં પણ દિવ્ય અસ્ત્રોથી તેનું વારણ કરવા માંડ્યું. કારણ કે દેવી અજિતબલા અદૃશ્ય રીતે મારી પાસે જ હતાં.
રાજા અનંગરતિને મારી વિદ્યાશક્તિ જોઈને, આશ્ચર્ય થતું હતું. મેં એને કહ્યું : “અરે અધમ રાજા, આ વિદ્યાશક્તિઓના યુદ્ધને છોડી, આપણે આપણી શક્તિથી લડીએ...'
તેણે મારા પર શક્તિ પ્રહાર કર્યો. હું પૃથ્વી પર પડી ગયો.
અનંગરતિના સૈન્યમાં હર્ષની ચિચિયારીઓ થવા લાગી. પણ હું તરત જ ઊભો થયો. મેં અમિતગતિ પાસેથી ગદા લીધી અને અનંગરતિના મસ્તકે ગદાનો પ્રહાર કરી દીધો. તેનો મુગટ અને તેનું માથું ભાંગી ગયું. તે જમીન પર પટકાઈ ગયો. હું તરત જ એની પાસે ગયો. તેની છાતી પર મારી તલવાર મૂકી. એ આંખો મીંચીને પડ્યો હતો. પણ તે મર્યો ન હતો. સહસા તે ઊછળ્યો અને આખલાની જેમ મારા પર ધસી આવ્યો. મેં નીચા નમીને એના બે પગ પકડી લીધા... આકાશમાં ઘુમાવ્યો અને જમીન પર પટકી દીધો... છતાં તે ઊભો થયો. અમે બાહુયુદ્ધ કરવા લાગ્યા.
નથી કોઈ હારતું, નથી કોઈ જીતતું. દેવોને પણ વિમાસણ થઈ ગઈ. વસુભૂતિના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
મેં બધી જ વિદ્યાદેવીઓને યાદ કરી. અનંગરતિને ભૂમિ પર પછાડી, એના પર મારો જમણો પગ મૂકી દીધો. દેવોએ મારા પર પુષ્પવૃષ્ટિ કરી અને મને વિજયી જાહેર કર્યો. વિજયનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. અમારા સૈન્યમાં સૈનિકો શસ્ત્રો ઉછાળી ઉછાળીને નાચવા લાગ્યાં. શત્રુસેનાએ હથિયારો નીચે મૂકી દીધાં.
એક બાજુ વિજયનો ઉત્સવ ચાલતો રહ્યો, બીજી બાજુ હું અનંગરતિ પાસે ગયો અને એના ખભા પર હાથ મૂકીને કહ્યું :
હે વિદ્યાધરેન્દ્ર, મારે તમારું રાજ્ય જોઈતું નથી, હું તો મારી પત્નીને લેવા આવ્યો છું. તેને લઈને ચાલ્યો જઈશ. તમે તમારું રાજ્ય ગ્રહણ કરો...'
અનંગરતિએ કહ્યું : “હવે મારે રાજ્યનું કોઈ પ્રયોજન નથી. હે પૃથ્વીવાસી, મને મારા અપરાધની સજા મળી ગઈ છે... હવે મેં કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત કરવા હું તપોવનમાં ચાલ્યો જઈશ.'
ભાગ-૨ # ભવ પાંચમો
૮00
For Private And Personal Use Only