________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંગરતિની વાત સાંભળી મને અને સહુને આશ્ચર્ય થયું. “આ રાજા તપોવનમાં જઈને તપ કરશે?' મારા મનમાં શંકા જાગી. મેં ફરીથી કહ્યું :
વિદ્યાધરપતિ, તમારો નિર્ણય સારો છે, પરંતુ તપોવનમાં તમે ઉત્તરાવસ્થામાં જજો.... અત્યારે રાજ્ય ભોગવો...”
નહીં, હવે નથી રાજ્યનો મોહ રહ્યો, નથી વૈષયિક સુખોના ઉપભોગનો મોહ રહ્યો. હવે તો જોઈએ છે શાન્તિ! એ શક્તિ તપોવનમાં જ મળશે...”
અનંગરતિએ તપોવન તરફ પ્રયાણ કર્યું.
મેં વિદ્યાધર રાજાઓ અને સર્વ સુભટો સાથે નગરમાં પ્રવેશ કર્યો. નગરજનોએ મારું ભવ્ય સ્વાગત કર્યું. સર્વપ્રથમ હું રાજમહેલના ઉદ્યાનમાં ગયો. ત્યાં વિલાસવતીને મેં જોઈ. તેનું શરીર સુકાઈ ગયું હતું. તેની આંખો ભીની હતી. તેણે મારી સામે જોયું. મારા મુખ પર સ્મિત આવી ગયું. એ શરમાઈ ગઈ. મારી સાથે આવેલા વિદ્યાધરો વિલાસવતીનું અદ્ભુત રૂપ જોઈને, વિસ્મિત થઈ ગયા. તેઓએ વિલાસવતીને પ્રણામ કર્યા. - વિલાસવતી સાથે અમે રાજસભામાં ગયા. વિદ્યાધરોએ વિનંતી કરી : “હે દેવ, ભગવતી દેવી અજિતબલાની આજ્ઞાથી અમે તો મલય પર્વત પર જ આપનો રાજ્યાભિષેક કરવાના હતા, પરંતુ આપે કહેલું કે મિત્ર વસુભૂતિ અને દેવી વિલાસવતીની ઉપસ્થિતિમાં મારો રાજ્યાભિષેક થવો જોઈએ.
અત્યારે તે મિત્ર અને પત્ની ઉપસ્થિત છે. દેવી અજિતબલા પણ ઉપસ્થિત છે. માટે અમે અત્યારે જ આપનો રાજ્યાભિષેક કરીશું.
એ જ વખતે આકાશમાર્ગે, મહારાજ ચક્રસેન પરિવાર સહિત આવી ગયા. મેં તેમને પ્રણામ કર્યા. તેઓ મને ભેટી પડ્યા અને કહ્યું : “હે મહાપુરુષ, મેં તમને કહેલું કે તમે વિદ્યાધર રાજા બનશો. એ ક્ષણ આવી ગઈ છે.” વિદ્યાધર રાજાઓએ ત્યાં મારો રાજ્યભિષેક કર્યો. અને મારા નામનો જયજયકાર
ર્યો...
મેં પહેલું કામ, યુદ્ધમાં ઘાયલ થયેલા વીર સેનાપતિ ચંડસિંહની ખબર લેવાનું કર્યું. ઔષધોપચારથી તે બચી ગયો હતો. મેં તેને રાજ્યનો મહાસેનાપતિ નિયુક્ત કર્યો. દેવઋષભને નગરનો ફોટવાલ નિયુક્ત કર્યો અને બીજા વિદ્યાધરોને મંત્રીમંડળમાં નિયુક્ત કર્યો, કે જેઓ મલય પર્વત પર ઉપસ્થિત હતા.
મેં ત્યાં નવી રાજનીતિઓ સ્થાપિત કરી.
મારા પર ઉપકાર કરનારાઓને યાદ કર્યા અને તેમને બોલાવી, તેમનો ઉચિત સત્કાર કર્યો.
* * *
શ્રી સમરાદિત્ય મહાકથા
0
For Private And Personal Use Only