________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧૧૮]
ઝાદીનગરીના ચંદ્રોદય ઉદ્યાનમાં આ કથા મંડાણી છે. આશ્ચર્યશ્રી સનકુમાર, પોતાની જ આત્મકથા કહી રહ્યા છે. રાજપુત્ર જયકુમાર, આ આત્મકથાનો મુખ્ય શ્રોતા છે.
જયકુમારે હર્ષથી ગદ્દગદ થઈને કહ્યું : “ભગવંત, આપની આત્મકથા અદ્ભુત છે! સાંભળતાં સાંભળતાં જાણે હું પણ આપની સાથે વૈતાઢચ પર્વત પર યુદ્ધના મેદાન પર આવ્યો. જાણે પ્રત્યક્ષ યુદ્ધ જોયું પ્રત્યક્ષ રાજ્યાભિષેક જોયો. ભગવંત, પછી શું થયું?”
કુમાર, મારા કેટલાક દિવસો વિદ્યાધરોની એ દુનિયા જોવામાં ગયા. અનેક વિદ્યાધર રાજાઓનો પરિચય કર્યો. ત્યાંની જીવનપદ્ધતિ જોઈ, રાજ્યવ્યવસ્થાને સ્થાપિત કરી. અને દિવ્ય સુખો ભોગવવામાં કેટલાક મહિના પસાર થઈ ગયા.
એક દિવસ સંધ્યાના સમયે હું અને વિલાસવતિ બેઠાં હતાં. વિલાસવતી કોઈ ગંભીર વિચારમાં ડૂબી હતી, મેં એને પૂછ્યું : “દેવી, વાર્તા-વિનોદ કરવાના સમયે કેમ ગંભીર બનીને બેઠી છે?'
તેણે કહ્યું : “નાથ, આજે સવારથી મને તામ્રલિપ્તી યાદ આવી છે. મારી માતા યાદ આવી છે... પિતા યાદ આવ્યા છે... સખીઓ યાદ આવી છે... ઘણું બધું યાદ આવ્યું છે. એટલે એ વિચારોમાં ખોવાઈ ગઈ છે. બીજું કોઈ કારણ નથી. બીજી કોઈ ચિંતા નથી...”
‘દેવી, તામ્રલિપ્તી જવાની ઈચ્છા થાય છે?' વિલાસવતીએ મારી સામે જોયું... અર્થસૂચક દૃષ્ટિથી જોયું.. પછી બોલી :
નાથ, મારા નીકળી ગયા પછી... મારા પિતાએ મારી ઘણી તપાસ કરાવી હશે.. હું ન મળવાથી તેઓ ખૂબ વ્યથિત થયા હશે... મારી માતાએ પણ કલ્પાંત કર્યો હશે?
સાચી વાત છે. તું જીવંત છે કે કેમ, એ પણ એમના માટે અણઉકલ્યો પ્રશ્ન હશે!” પરંતુ...' બોલતાં બોલતાં તે અટકી ગઈ... “બોલ, સંકોચ રાખ્યા વિના બોલ.'
એક બાજુ પિતાજી તરફ દિલ ખેંચાય છે, બીજી બાજુ જ્યારે આપનો વિચાર આવે છે. આપને જે રીતે કલંકિત કરી વધ કરવાની આજ્ઞા કરી... એ વિચારથી એમના પ્રત્યે તિરસ્કાર આવી જાય છે...” ૮૦૨
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only