________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનશ્રી ગભરાઈ ગઈ. ભયથી તે ધ્રુજવા લાગી. તેની આંખો સફેદ થઈ ગઈ. અને તે ધડામ... કરતી જમીન પર પટકાઈ ગઈ. કોટવાલે પોતાના મનમાં નિર્ણય કરી લીધો. “ઋષિહત્યા આ સ્ત્રીએ જ કરી છે.જ્યારે તે ભાનમાં આવી, જમીન પર બેસી ગઈ. કોટવાલે તેને ધમકાવી : “સાચું બોલ...ઋષિની હત્યા કોણે કરી? જીવતા મુનિરાજને કોણે સળગાવી દીધા?'
કોટવાલનો ઉગ્ર અવાજ સાંભળી, આસપાસના લોકો ભેગા થઈ ગયા. લોકોએ સમુદ્રદત્તની તપાસ કરી... પણ એ તો ક્યારનોય ભાગી ગયો હતો. કોટવાલે ધનશ્રીને ખખડાવી :
અરે પાપિણી, ઘોર પાપ કર્યા પછી પણ હવે બોલતી કેમ નથી? શા માટે તે એ મુનિરાજને મારી નાખ્યા? જો તું નહીં બોલે... તો મને બોલાવતાં આવડે છે...” ધનશ્રી રોવા લાગી. કોટવાલ તેને મહારાજ પાસે લઈ ગયો. મહારાજાને નિવેદન કર્યું :
મહારાજા, મને આ જ સ્ત્રી અપરાધી લાગે છે. એ જ ચંડિકાના મંદિરમાં રાતવાસો કરીને રહી હતી.”
મહારાજાએ વિચાર્યું : “આવી સુંદર આકૃતિવાળી સ્ત્રી આવું હિચકારું કૃત્ય કરે ખરી? આવી નિર્દયતા હોય ખરી આનામાં?’ તેમણે ધનશ્રીને પૂછ્યું :
તું ચંડિકાના મંદિરે શા માટે ગઈ હતી?” મીન! તું ક્યાંથી આવી છે? તું કોની પુત્રી છે?” ધનશ્રી ક્ષોભ પામતી, નીચી દૃષ્ટિએ બોલી : ‘હું સુશર્મનગરના શ્રેષ્ઠી પૂર્ણભદ્રની પુત્રી છું... અને સમુદ્રદત્તની પત્ની છું. મારું નામ ધનશ્રી છે.”
રાજાએ વિચાર્યું : “આ જે પરિચય આપે છે, તે સાચો છે કે ખોટો છે, એની તપાસ કરાવવી જોઈએ. પછી જ નિર્ણય કરવો જોઈએ. હું સુશર્મનગર દૂત મોકલી, શ્રેષ્ઠી પૂર્ણભદ્રને પુછાવી લઉં... અને એના પતિની પણ તપાસ કરાવું...'
કોટવાલને રાજાએ કહ્યું : “આ સ્ત્રીને હમણાં થોડા દિવસ કારાવાસમાં બંધ કરીને રાખો. એને ત્રાસ ના આપશો, ભોજન વગેરે આપજો . એનો ન્યાય હું પછી કરીશ.'
એ જ દિવસે મહારાજાએ શ્રેષ્ઠી પૂર્ણભદ્ર ઉપર પત્ર લખીને, પત્ર સાથે દૂત સુશર્મનગર રવાના કર્યો. ઘોડેસવાર દૂત સુશર્મનગર તરફ ઊપડી ગયો.
કૌશામ્બીથી સુશર્મનગર ઘણું દૂર હતું. પરંતુ મહારાજાને પિતાનો પુત્રી માટેનો અભિપ્રાય જાણવો હતો.
દૂત પહોંચ્યો સુશર્મનગરે. પૂછતાં પૂછતાં તેણે પૂર્ણભદ્ર શ્રેષ્ઠીની હવેલી શોધી કાઢી. ઘોડાને હવેલીની બહાર બાંધીને દૂત અંદર ગયો. પૂર્ણભદ્ર અજાણ્યા આગંતુકનું
ભાગ-૨ # ભવ ચોથો
છ0
For Private And Personal Use Only