________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકુમાર રત્નાવલીનું રહસ્ય પ્રગટ કરે, એ પૂર્વે કારરક્ષક ઝડપથી રાજસભામાં આવ્યો, મહારાજાને પ્રણામ કરી હાંફતાં હાંફતાં તેણે કહ્યું : “મહારાજા, રાજકુમારી વિનયવતી મેઘવનમાં આવ્યાં છે, ત્યાં બેઠાં છે, આપને યાદ કરે છે...”
હેં? વિનયવતી મેઘવનમાં આવી ગઈ છે? તને કોણે કહ્યું?” “મેઘવનની માલણ મનોરમા કહી ગઈ...'
ચાલો, મારો રથ રાજમહેલના દ્વારે લાવો. મંત્રી, તમે મહારાણીને સમાચાર આપો. ને રથમાં બેસી જવા કહો. તે પછી તમે આ ઘનકુમારને લઈ મેઘવનમાં આવો.”
ધનકુમારને નિરાંત થઈ. “સારું થયું. ખરા અવસરે જ રાજકુમારી આવી પહોંચી.. નહીંતર હારનું રહસ્ય પૂરું પ્રગટ ના થાત. કારણ કે જે મૃતદેહ પરથી મેં હાર લીધો હતો, તે મૃતદેહને હું તો ઓળખતો ન હતો! એક સ્ત્રીનો મૃતદેહ હતો...” એટલું જ હું બતાવી શકત. હવે રાજકુમારી હારની સંપૂર્ણ વિગત બતાવી શકશે.. મારા ઉપર લાગેલું કલંક દૂર થશે...”
રાજા-રાણી રથમાં બેસી મેઘવનમાં પહોંચ્યાં. મેઘવનમાં એક લતામંડપમાં રાજકુમારી એકલી બેઠી હતી. એનાં વસ્ત્રો ફાટી ગયેલાં હતાં. તેણે દિવસોથી સ્નાન કરેલું ન હતું... તેના વાળ પણ વેર-વિખેર હતા. મહારાણીને રાજકુમારી વળગી પડી.... ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રાજાએ તરત જ એક સૈનિકને મહેલમાં મોકલી રાજકુમારી માટે વસ્ત્રો મંગાવી લીધાં. કેશશૃંગારનાં સાધનો મંગાવી લીધાં.
બેટી, શું થયું? આવી કરુણ સ્થિતિ કેવી રીતે સરજાઈ?” “પિતાજી, અમે અહીંથી નીકળ્યા, અમારું વહાણ સમુદ્રના મધ્ય ભાગમાં પહોંચ્યું અને પવનનું પ્રચંડ તોફાન શરૂ થયું. અમારું વહાણ ઊછળવા માંડ્યું ને પટકાવા માંડ્યું. છેવટે વહાણ ફૂટી ગયું, જેમ સ્ત્રીના હૃદયમાં રહેલી ગુપ્ત વાત ફૂટી જાય તેમ...”
પરંતુ, આપ પૂજ્યોના પ્રતાપે, તૂટેલા વહાણનું એક પાટિયું મારા હાથમાં આવી ગયું... તેના સહારે તરતી તરતી હું કિનારે પહોંચી.. અને જેમતેમ અથડાતી-કુટાતી અહીં સુધી આવી પહોંચી.”
બેટી, તારી પાસે જે “કૈલોક્યસારા' નામની રત્નાવલી હતી, તેનું શું થયું?' “પિતાજી, વહાણમાં તોફાન શરૂ થયું હતું ત્યારે મેં રત્નાવલી મારી દાસી લતિકાને આપેલી, તેણે પોતાના ઉત્તરીય વસ્ત્ર સાથે બાંધી દીધી હતી. પછી તો વહાણ ભાંગ્યું. હું તણાઈ. એ તણાઈ ગઈ.. એનું શું થયું તેની મને ખબર નથી..”
એ મરી ગઈ... એનો મૃતદેહ સમુદ્રકિનારે ઘસડાઈ આવેલો, તેના વસ્ત્ર સાથે રત્નાવલી બંધાયેલી હતી, તે મેં ગ્રહણ કરી હતી.' ધનકુમારે રહસ્ય ખોલી નાખ્યું.
2
.
પહs
ભાગ-૨ # ભવ ચોથી
For Private And Personal Use Only