________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજકુમારીએ ધનકુમાર સામે જોયું. પૂછુયું : “શું એ રત્નાવલી આપની પાસે છે?' પ્રત્યુત્તર મહારાજાએ આપ્યો.
રત્નાવલી એની પાસેથી મેં લઈ લીધી હતી.. પણ એ મારી પાસે પણ નથી રહી. બાજપક્ષી ઉપાડી ગયું છે! પુત્રી, વાત લાંબી છે. પહેલા આપણે રાજમહેલ જઈએ. તું સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થા, વિશ્રામ કર, પછી બધી વાત કહીશ.. અરે, આ ધનકુમારે તો આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે... રાજકુમારને બચાવી લીધો છે... તું બધું સાંભળીશ તો આશ્ચર્યચકિત થઈ જઈશ...”
“મહારાજા, અયોગ્ય આચરણ કરનારા - એવા મારી પ્રશંસા ના કરો... મેં પદ્રવ્યનું હરણ કરીને અયોગ્ય આચરણ કર્યું હતું. આપની આગળ અસત્ય બોલીને બીજું અયોગ્ય આચરણ કર્યું હતું...”
કુમાર, એ બધું તે નહોતું કર્યું. તારા સંયોગોએ કરાવ્યું હતું. જે બન્યું તે સારા માટે જ બન્યું છે! જો તારે આ નગરમાં આ રીતે પણ રહેવાનું ના બન્યું હોત તો રાજકુમારને જીવિત કોણ કરત? બધો યોગાનુયોગ છે. માટે ખેદ ન પામીશ. હવે તું અમારા સ્વજનસદશ છે..'
0 0 0 રાજકુમારી વિનયવતીનો ધામધૂમથી નગરપ્રવેશ થયો. ધનકુમારે સુશર્મનગરે જવાની અનુમતી માગી.
મહારાજાએ નવ લાખ સોનામહોરોની કિંમતનું એક સુંદર રત્નાભૂષણ ભેટ આપ્યું. માર્ગમાં રક્ષા માટે ચાર વિશ્વાસપાત્ર સુભટો આપ્યા. રાજા-રાણી-રાજકુમારરાજકુમારી... સમગ્ર રાજપરિવારે ધનકુમારના ગદ્ગદ કંઠે ગુણ ગાયા... કુમારે સુભટો સાથે સુશર્મનગર તરફ પ્રયાણ કરી દીધું.
0 0 0 ધનકુમારના ચિત્તમાં હવે સુશર્મનગરની કલ્પનાઓ સાકાર થવા લાગી. માતા અને પિતાની સ્મૃતિ તીવ્ર બનવા લાગી, નંદક અને ઘનશ્રી અંગેની જિજ્ઞાસાઓ પ્રગટ થઈ.. એ બધા વિચારોની પરંપરા સર્જાણી. રસ્તામાં શ્રાવસ્તીના રાજપુરુષો બધી જ વ્યવસ્થા કરતા હતા. ભોજન અને નિવાસની સુયોગ્ય વ્યવસ્થા થઈ જતી
હતી.
કેટલાક દિવસોના અંતે તેઓ “ગિરિથલ' નામના નગર પાસે પહોંચ્યા. ભાગ્ય બે પગલાં આગળ ચાલતું હતું. ગિરિથલના રાજા ચંડસેનનો રાત્રિના સમયે ધનભંડાર ચોરાયો હતો. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only