________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૈનિકો અને પ્રજાજનો ચોરોની તપાસ કરતા હતા. નગરનાં પ્રવેશદ્વારો પર અને રાજમાર્ગો પર, બહારગામથી આવતા-જતા લોકોની તપાસ કરવામાં આવી હતી.
ધનકુમાર વગેરે જેવા નગરમાં પ્રવેશ્યા, કે ગિરિથલના રાજપુરુષોએ તેમને પકડ્યા. નગરમાં થયેલી ચોરીની જાણ કરી અને કહ્યું : “હે મહાનુભાવો, તમારે અમારા પર રોષ કરવાની જરૂર નથી. તમારે અમારી સાથે આવવું પડશે.”
ધનકુમારે કહ્યું : 'તમે જ્યાં લઈ જશો ત્યાં આવીશું.' રાજપુરુષો તેમને, રાજા તરફથી નિયુક્ત પંચ પાસે લઈ ગયા. પંચના પ્રધાનપુરુષે પૂછયું : “તમે ક્યાંથી આવો છો?'
શ્રાવસ્તીના સૈનિકોએ કહ્યું : “અમે શ્રાવસ્તીથી આવીએ છીએ અને સુશર્મનગર જઈએ છીએ. અમારા મહારાજાની આજ્ઞાથી અમે આ સાર્થવાહપુત્રને સુશર્મનગર પહોંચાડવા જઈએ છીએ.'
પંચ-પ્રધાને પૂછ્યું : “તમારી પાસે કોઈ દ્રવ્ય કે દાગીના વગેરે છે? સુભટે કહ્યું છે, અમારા મહારાજાએ આ સાર્થવાહપુત્રને એક મૂલ્યવાન આભૂષણ આપેલું છે.”
અમને બતાવો.' કુમારે બતાવ્યું. ભંડારીએ એ આભૂષણ જોઈને કહ્યું : “આ આભૂષણ આપણા મહારાજાનું છે. ઘણા સમય પહેલાં એ ખોવાયેલું હતું.'
ભંડારીની વાત સાંભળીને શ્રાવતીના સુભટો ક્ષોભ પામ્યા. ધનકુમારને પણ આશ્ચર્ય થયું.
ભંડારીએ કહ્યું : “સાચું કહો, આ આભૂષણ તમારી પાસે કેવી રીતે આવ્યું?' ઘનકુમારે કહ્યું : “શ્રાવસ્તીના મહારાજા વિચારધવલે આ આભૂષણ મને પ્રેમથી આપેલું છે. તમારી સમક્ષ ખોટું બોલવાનું કોઈ પ્રયોજન નથી.”
ભંડારી વિચારમાં પડી ગયો. તેણે મહારાજા ચંડસેનને વાત કરી, આભૂષણ બતાવ્યું... “આ આભૂષણ મારું જ છે. ઘણા સમય પૂર્વે એ ભંડારમાંથી ખોવાયું હતું... આજે ચોર પકડાઈ ગયા છે. આ પાંચને કારાવાસમાં પૂરી દો...'
ગિરિયલના કારાવાસમાં પાંચે પુરાયા. ધનકુમારે સાથી સુભટોને કહ્યું : “ચિંતા ના કરશો. અંતે સત્યનો જય થશે.'
0 0 0 ચોરને પકડવા માટે રાજપુરુષોએ પ્રજાજનોના સહકારથી સઘન વ્યવસ્થા ગોઠવી. સર્વત્ર ગુપ્ત રીતે સૈનિકો ગોઠવાઈ ગયા. મધ્યરાત્રિના સમયે સાગરશ્રેષ્ઠીના ઘરમાંથી બહાર નીકળતા ચોરને સૈનિકોએ ઝડપી લીધો... સાગરશ્રેષ્ઠીના ઘરમાંથી ચોરેલા. માલ સાથે તે પકડાઈ ગયો.
તે એક પરિવાજ ક હતો. માથે મોટી જટા હતી. મુખ પર ઘટાદાર દાઢી-મૂછ પw
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only