________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતાં. શરીર પર ભગવા રંગના વસ્ત્ર હતાં. શરીર પર રાખ ચોળેલી હતી. તેને રાત્રિમાં જ મહામંત્રી પાસે લઈ જવામાં આવ્યો. મુદામાલ સાથે પકડાઈ ગયો હતો. સૈનિકોએ ચોરીનો બધો માલ મહામંત્રીની આગળ મૂકી દધો. મહામંત્રીને પરિવ્રાજક પર તીવ્ર ક્રોધ આવી ગયો. ત્યાં જ સજા સંભળાવી દીધી : “અરે અધમ પુરુષ, સંન્યાસીના વેશમાં આવું ઘોર પાપ કરે છે? આ સાધુવેશને લજવે છે? તારો પ્રભાત સમયે જ વધ કરવામાં આવશે.'
ગુસ્સે ભરાયેલા નગરજનોએ પરિવ્રાજકના શરીરે મેશ ચોપડી. રાખ લગાડી, ગળામાં જૂના જોડાઓની માળા પહેરાવી, મસ્તક ઉપર કરેણના ફૂલોની માળા બાંધી જૂના સૂપડાનું છત્ર ધર્યું અને કાળા ગધેડા પર બેસાડ્યો. ઢોલ વગાડતાં વગાડતાં લોકો અને રાજપુરુષો એ પરિવ્રાજકને વધસ્થળે લઈ ચાલ્યા. રાજમાર્ગો પર ચોરને જોવા હજારો સ્ત્રી-પુરુષો ઊમટ્યાં હતાં. પરિવ્રાજકને ખૂબ લજ્જા આવી. તેણે મનમાં વિચાર્યું : “હવે મારો વધ થશે જ, વધ થાય એ પહેલાં હું રાજપુરુષોને જણાવી દઉં કે મેં ચોરેલો માલ - સોનું, રજત, રત્નો.. સોનામહોરો વગેરે મેં ક્યાં ક્યાં દાઢ્યું છે. જેથી જેનું જેનું એ હોય, તેને તેને મળી જાય. કારણ કે એ બધું હવે મને કામ આવવાનું નથી!”
પરિવ્રાજકે રાજપુરુષોને પાસે બોલાવીને કહ્યું : “જો તમે સાંભળો તો મારે તમને અગત્યની વાત કરવી છે. રાજપુરુષોએ ઢોલ વાગતાં બંધ કરાવ્યાં. ગર્દભને ઊભો રાખ્યો. કોલાહલ શાંત કરવામાં આવ્યો. પરિવ્રાજકે કહ્યું :
“આ નગરમાં હું જ ચોરી કરતો રહ્યો છું. મારા સિવાય કોઈએ ચોરી કરી નથી. ચોરેલું ધન મેં ઉદ્યાનમાં દાઢ્યું છે. મંદિરોનાં ખંડિયેરોમાં દાટેલું છે. પહાડની ગુફાઓમાં દાટેલું છે અને નદીના કિનારા ઉપર દાટેલું છે. એ બધું ધન બહાર કાઢી, જેનું જેનું હોય તેમને આપી દો. હું તમને તે તે જગ્યાઓની નિશાનીઓ પણ જણાવું છું.
જે પ્રમાણે પરિવ્રાજકે કહ્યું તે પ્રમાણે ચોરાયેલું બધું જ ધન મળી આવ્યું. મહામંત્રીએ અને ભંડારીએ બધું ધન મેળવી લીધું. મહામંત્રીને વિચાર આવ્યો : “શ્રાવસ્તીના રાજપુરુષો પાસેથી પેલું અતિ મૂલ્યવાન આભૂષણ મળી આવ્યું છે. તે ક્યાંથી આવ્યું? એની ચોરી કોણે કરી હશે?' આ પ્રશ્નને મનમાં રાખીને, મહામંત્રીએ પરિવ્રાજકને નમ્રતાથી અને સૌજન્યથી પૂછ્યું :
અરે, પરિવ્રાજક, તારો વેષ સાધુનો છે અને વર્તન ડાકુનું છે - આવો વિરોધાભાસ કેમ છે?”
મંત્રીશ્વર, જે મનુષ્યો વૈષયિક સુખોમાં લુબ્ધ બને છે, તેમને કંઈ પણ પરસ્પર વિરોધાભાસ દેખાતો નથી. આવા માણસો કુળની ખાનદાનીનો વિચાર કરતા નથી, માતા-પિતાની પ્રતિષ્ઠાને ગણકારતા નથી. સ્નેહી અને મિત્રોની ઉપેક્ષા કરે છે. તેઓને પરલોકનો પણ ભય હોતો નથી.' શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only