________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાની જીવો ભલે આવું કરે, પરંતુ તમે તો સન્યાસી છો, જ્ઞાની પુરુષ છો, તમારે આવાં પાપકાર્ય ન કરવા જોઈએ ને? હે મહાત્મા, ચોરી કરવાનું સાચું કારણ મને કહો. મારી સામે શરમ ન રાખશો. તમે જાણો છો કે પ્રજાના પાલનની અમારા પર મોટી જવાબદારી છે.”
પરિવ્રાજક-ચોરે કહ્યું : “મહામંત્રી, તમારે કારણ જાણવું જ છે તો હું જણાવું છું.”
મહામંત્રીએ રાજપુરુષને કહીને પરિવ્રાજકને સ્નાન કરાવી, તેના શરીરને સ્વચ્છ કરાવ્યું. તેને સ્વચ્છ વસ્ત્રો પહેરવા આપ્યાં. ગળામાંથી જોડાની માળા દૂર કરાવી, માથેથી કરેણના ફૂલોની માળા દૂર કરાવી. તેને બેસવા માટે આસન આપ્યું લોકોને પોત-પોતાને સ્થાને ચાલ્યા જવાનો આદેશ આપ્યો.
પરિવ્રાજકે પોતાનો વૃત્તાંત કહેવો શરૂ કર્યો :
મહામંત્રી, “પુંડ' નામના રાજ્યમાં “પંડવર્ધન' નામનું નગર છે. તે નગરમાં સોમદેવ નામનો બ્રાહ્મણ વસે છે, તેમનો હું પુત્ર છું. મારું નામ નારાયણ. મારા શાસ્ત્રાધ્યયન મુજબ હું હિંસક યજ્ઞ કરવાનો ઉપદેશ આપતો હતો. હિંસક યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે છે.” એમ પ્રજાજનોને સમજાવતો હતો.”
એક દિવસની વાત છે.'
રાજમાર્ગ પરથી કેટલાક પુરુષોને પકડીને રાજપુરુષો વધસ્થાને લઈ જતા હતા. “આ બધા ચોર છે, માટે તેમનો વધ કરવામાં આવશે.' એવી ઘોષણા કરતા હતા. રાજમાર્ગની બંને બાજુએ ઊભેલા લોકો, તે લોકો તરફ કરુણાભીની આંખોથી જોતા હતા. ત્યાં હું પણ ઊભો હતો. મેં રાજપુરુષોને કહ્યું : “આ ચોરોને હણી નાખો.' મારાથી થોડે દૂર ઊભેલા એક મુનિરાજે મારા શબ્દો સાંભળ્યા. તેમણે મારા તરફ જોયું. ને બોલ્યા : “ખરેખર, અજ્ઞાનદશા દુઃખદાયી છે...”
“સાધુપુરુષનું વચન સાંભળી મને ચિંતા થઈ આવી... “આવા શાન્ત-પ્રશાન્ત.... રૂપવાન, મુનિરાજ શું મને ઉદ્દેશીને બોલ્યા?” હું એમની પાસે ગયો. એમનાં ચરણોમાં પ્રણામ કરી મેં પૂછયું : “ભગવંત, અજ્ઞાનદશા કેવી રીતે છે?'
“જીવો ઉપર ખોટું આળ ચઢાવવું અને ધર્મ-વિરુદ્ધ ઉપદેશ આપવો એ અજ્ઞાનદશા છે.'
મેં પૂછયું : “ભગવંત, ખોટું આળ મેં કોના પર ચઢાવ્યું? અને ધર્મ-વિરુદ્ધ કયો ઉપદેશ મેં આપ્યો?'
મુનિરાજે કહ્યું : “હમણાં રાજમાર્ગ પરથી જે મનુષ્યોને “ચોર’ સમજીને, વધસ્થાને લઈ જવામાં આવ્યા, તેઓ બિચારા પૂર્વજન્મના પાપકર્મના ઉદયથી, નિરપરાધી હોવા છતાં “ચોર’ તરીકે પકડાયા છે. તેં એમના પર “મહાચરનો આરોપ મૂક્યો. બીજી વાત વાત સત્ય હોવા છતાં બીજાને દુઃખ થાય તેવાં વચનો ના બોલવાં જોઈએ, તું એવાં વચન બોલ્યો. તારા બ્રાહ્મણ-શાસ્ત્રોમાં કહેવું છે કે પતિતને પતિત કહેવામાં
પ0
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only