________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ચોરને ચોર કહેવામાં મોટો દોષ લાગે છે. એવી રીતે “સતીને અસતી કહેવામાં અને જે ચોર નથી તેને ચોર કહેવામાં બહુ મોટો દોષ લાગે છે. મિથ્યા વચન, અસત્ય વચન બોલવામાં માઠાં ફળ ભોગવવાં પડે છે.”
‘વળી, તું ઉપદેશ આપતો ફરે છે કે હિંસક યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે છે,’ આ ધર્મ-વિરુદ્ધ ઉપદેશ છે. જીવહિંસા ક્યારેય પણ જીવને પરલોકમાં સુખ આપે જ નહીં. બધાં તીર્થકરોએ કહ્યું છે કે “ન ફ્રિરિસત્તાનિ સેવ મૂયા' કોઈ પણ જીવની હિંસા ના કરવી જોઈએ. સર્વ જીવોને અભયદાન આપવું જોઈએ. દયાહીન બનીને, ક્રોધાન્ય બનીને જે મનુષ્ય જીવોનો ઘાત કરે છે, તે ભવસંસારમાં ભટકે છે. દુઃખી થાય છે.”
મુનિરાજ અવધિજ્ઞાની હતા! ભૂત-ભાવી અને વર્તમાનના જ્ઞાતા હતા. તેમણે મને કહ્યું : “હે બ્રાહ્મણપુત્ર, તેં તારા પૂર્વજન્મમાં બીજા જીવ ઉપર ખોટો આરોપ મૂક્યો હતો, તેનાથી તેં જે પાપકર્મ બાંધ્યું હતું, તે પાપકર્મનું ફળ હજુ તારે ભોગવવાનું બાકી છે... આ જન્મમાં જ એ કટુફળ તું ભોગવીશ!”
હું ગભરાયો. મારા પગ ધ્રુજવા લાગ્યા. મારા શરીરે પરસેવો વળી ગયો. મેં મુનિરાજને પૂછ્યું : “ભગવંત, મને કહો કે મેં પૂર્વજન્મમાં કોના પર ખોટો આરોપ મૂક્યો હતો? કેવો આરોપ મૂક્યો હતો... ને એનું કટુ ફળ મેં કેટલું ભોગવી લીધું છે, અને કેટલું ભોગવવાનું બાકી છે?”
કરુણાનિધાન મુનિરાજે કહ્યું : “વાત લાંબી છે. છતાં સંક્ષેપમાં તને કહીશ.’ હું તેઓની સાથે, જ્યાં તેમનો મુકામ હતો એ સ્થાને ગયો. વિનયથી તેમની સામે બેઠો.”
ભારતના ઉત્તરાપથ પ્રદેશમાં “ગર્જનક” નામનું નગર છે. ત્યાં “આષાઢ' નામનો એક દ્વિજ હતો. તેની પત્નીનું નામ હતું રચ્છુકા. હે વત્સ, તું એમનો પુત્ર હતો, તારું નામ ચંડદેવ હતું. આ વાત તારા પૂર્વના પાંચમા ભવની છે.'
‘તારા પિતા આષાઢ શાસ્ત્રજ્ઞ વેદજ્ઞ વિદ્વાન પુરુષ હતા. તેમણે તેને શાસ્ત્રો ભણાવ્યાં. તું વિદ્વાન બન્યો... પરંતુ તને તારા જ્ઞાનનું અભિમાન હતું. રાજા તને રાજસભામાં માન આપતો હતો, રાજાને તું પ્રિય હતો. રાજા તને નિયમિત તારી આજીવિકા માટે ધન આપતો હતો.'
“એ નગરમાં વિનીત' નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પુત્રી વીરમતી બાલવિધવા બની હતી. વૈધવ્યનો કાળ ધર્મ આરાધનામાં પસાર કરતી હતી. પ્રતિદિન તે ધર્મોપદેશ સાંભળવા “યોગાત્મા' નામના પરિવ્રાજકની પાસે જતી હતી. યોગાત્મા જાણતા હતા કે વીરમતી બાલ-વિધવા છે, એટલે એના પ્રત્યે વિશેષ કરુણાભાવ રાખતા હતા.
સમય પસાર થતો હતો. વીરમતીના જીવનમાં એક ભૂકંપ આવી ગયો. તે જ નગરના “સિંહલ' નામના માળી સાથે તેને પ્રેમ થઈ ગયો. મહોદય થયો, વૈષયિક
શ્રી સમરાદિત્ય મહાકથા
પ૮૧
For Private And Personal Use Only