________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખોના ભોગોપભોગની ઇચ્છા પ્રબળ બની... ના તેણે ભવિષ્યનો વિચાર કર્યો, ના તેણે માતા-પિતાની ખાનદાની નો વિચાર કર્યો. તેણે દુ:સાહસ કર્યું, સિંહલ માળી સાથે તે ભાગી ગઈ.'
એ જ દિવસોમાં નિઃસંગ અને વિરાગી પરિવ્રાજક યોગાત્મા, સાથેના પરિવ્રાજકોને કહ્યા વિના કોઈ ગુપ્ત સ્થાને ચાલ્યા ગયા હતા. યોગાત્મા બ્રહ્મચારી હતા. વિશુદ્ધ આચારનું પાલન કરતા હતા... તું પણ એમને જાણતો હતો. તેઓ કોઈ અજાણી જગ્યાએ ચાલ્યા ગયા છે... એ વાત પણ તેં જાણી હતી.'
બીજી બાજુ વીરમતીના ભાગી જવાના સમાચાર તેં સાંભળ્યાં. “એ માળી સાથે ભાગી ગઈ છે.’ આ વાત કોઈ જાણતું ન હતું. તેં વિચાર કર્યો : “વીરમતી પ્રતિદિન યોગાત્માનો ઉપદેશ સાંભળવા આવતી હતી. યોગાત્માને વીરમતી ઉપર વિશેષ વાત્સલ્યભાવ હતો.. વીરમતી ભાગી ગઈ છે... અને યોગાત્માનો પણ પત્તો મળતો નથી. શું યોગાત્મા તો વીરમતીને ભગાડીને લઈ ગયા નહીં હોય? આ દુનિયામાં કંઈ અસંભવિત નથી. વીરમતી યુવતી છે... રૂપવતી છે.. યોગાત્મા એનામાં મોહિત થઈ ગયા હોય!
‘વિનીત શેઠે રાજાની પાસે જઈને વાત કરી. રાજમહેલમાં વાત ફેલાણી. ‘વીરમતી ભાગી ગઈ છે... ક્યાં અને કોની પાસે ભાગી ગઈ છે, એની જાણ થતી નથી...”
તું રાજમહેલમાં જતો-આવતો હતો. આ વાત સાંભળીને તેં કહ્યું : “એમાં શું જાણવાનું બાકી છે? હું જાણું છું, એ કોની સાથે ભાગી ગઈ છે...”
કોની સાથે?' રાજાએ પૂછ્યું. યોગાત્મા પરિવ્રાજકની સાથે....” “અરે, એ ભગવંત યોગાત્મા તો પોતાની પત્નીનો અને સંપત્તિનો ત્યાગ કરી, સંસાર છોડી નિઃસંગ બન્યા હતા..'
મહારાજા, આ પાખંડીઓ આવી રીતે પરસ્ત્રીની ઇચ્છા કરતા હોય છે. એમના ઉપર વિશ્વાસ ના કરવો. વીરમતી રોજ એની પાસે ઉપદેશ સાંભળવાના બહાને જતી હતી. બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. છેવટે બંને પંખીડાં ઊડી ગયાં!'
વાત નગરમાં ફેલાણી.” પરિવ્રાજકોના સમુદાયમાં વાત પહોંચી.” પરિવ્રાજક આચાર્યે યોગાત્માને સમુદાયમાંથી કાઢી મૂક્યા. તેઓ બિચારા જ્યાં જ્યાં ગયા, ત્યાં લોકોએ એમનો તિરસ્કાર કર્યો.' ‘તે આ રીતે નિર્દોષ યોગાત્મા પર કલંક મૂકીને તીવ્ર કોટિનું પાપકર્મ બાંધ્યું.”
* એક એક
પ૮૨
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only