________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૮૩]
“અવધિજ્ઞાની મુનિએ મારી (પરિવ્રાજક ચોરની) પૂર્વજન્મોની કથા આગળ વધારી.”
'તેં યોગાત્મા મહર્ષિ પર કલંક તો મૂક્યું, પરંતુ થોડા જ દિવસોમાં પ્રજાને જાણ થઈ કે વીરમતી યોગાત્મા સાથે નહીં, પરંતુ સિંહલ' નામના માળી સાથે ભાગી ગઈ છે. તું ખોટો પડ્યો. લોકોએ તારી નિંદા કરી. રાજા પણ તારા પ્રત્યે નારાજ થયા.”
છતાં તેં તારા પાપકર્મનું પ્રાયશ્ચિત ના કર્યું, યોગાત્મા પાસે જઈ ક્ષમા પણ ના માગી. તારું આયુષ્ય પૂર્ણ થયું, મૃત્યુ થયું. મરીને તું “કોલ્લોગ' નામના ગામમાં બોકડો થયો, મનુષ્યગતિમાંથી પશુગતિમાં ગયો...”
બોકડો થયો, થોડા સમયમાં જ તારી જીભ સડી ગઈ... તું ઘાસ ખાઈ શકતો નથી, ધાન્ય ખાઈ શકતો નથી, તારી વેદના વધતી જાય છે. છેવટે તારું મૃત્યુ થાય છે.'
મરીને એ જ કોલ્લોગ ગામની સીમમાં શિયાળ થયો. ત્યાં પણ એવાં ફળ ખાવાના કારણે તારી જીભ સડી ગઈ... ત્યાં પણ તું ખૂબ રિલાયો. તારું મૃત્યુ થયું.”
“તું સાકેતનગરમાં, ત્યાંના રાજાની પ્રેયસી મદનલેખાની કુખે પુત્ર થયો. યૌવન પામ્યો. તું રાજાને ખૂબ પ્રિય હતો. પરિણામે તે ઉન્મત્ત થતો ચાલ્યો. તું મદિરાપાન કરવા લાગ્યો. એક દિવસ મદિરાપાન કરી, ઉન્મત્ત બની તેં રાજમાતાને ખૂબ પજવી.”
રાજકુમારને જાણ થઈ કે તેં રાજમાતાની પજવણી કરી છે. રાજકુમારે તને ખૂબ માર્યો. તારી જીભ ચીરી નાખી. તારું ગર્વખંડન થયું. રાજાએ પણ તને ઠપકો આપ્યો. તું ઘર છોડીને ચાલ્યો ગયો. અનશન કર્યું. એક મહિના પછી તારું મૃત્યુ થયું અને તારો જન્મ પંડ્રવર્ધનમાં બ્રાહ્મણપુત્ર તરીકે થયો.
આ તારા પૂર્વજન્મની કથા છે.”
હજુ તારે પેલું બાંધેલું પાપકર્મ-યોગાત્મા પર ખોટું કલંક મૂકીને બાંધેલું પાપકર્મ ભોગવવાનું બાકી છે.”
હું મારા ઘેર આવ્યો. મારા ચિત્તમાં વૈરાગ્ય થયો. મેં ‘સુગૃહીત' નામના ગુરુદેવ પાસે દીક્ષા લીધી. કેટલાંક વર્ષો પછી ગુરુદેવની અંતિમ અવસ્થા આવી લાગી. મેં તેમની ખૂબ સેવા કરી. મારી સેવાથી પ્રસન્ન થઈ ગુરુદેવે મને મહાવિદ્યાઓ આપી.” શ્રી સમરાદિત્ય મહાકથા
પ૮૩
-
1
For Private And Personal Use Only