________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* એક આકાશમાં ઉડ્ડયન કરવાની,
* બીજી, ચાવી વિના તાળાં ખોલી નાખવાની.’
‘આ બે, મહાવિદ્યાઓ આપીને તેઓએ મને કહ્યું : ધર્મના કાર્ય માટે જ આ મહાવિદ્યાઓનો પ્રયોગ કરજે, તે પણ કોઈ બહુ મોટું સંકટ આવી પડ્યું હોય તો. પરંતુ વૈયિક સુખો માટે ક્યારે પણ આ મહાવિદ્યાઓનો ઉપયોગ ના કરીશ.’
‘બીજી વાત ક્યારેય પણ તું અસત્ય ના બોલીશ, હસવામાં પણ અસત્ય ના બોલીશ. કદાચ પ્રમાદથી અસત્ય બોલી જવાય તો તરત જ નિર્મળ જળમાં નાભિ સુધી ઊભો રહેજે. બે હાથ ઊંચા કરજે, આંખોને અપલક સ્થિર રાખીને આ બંને મંત્રોના ૮૮ હજાર જાપ કરજે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘આટલી સૂચનાઓ આપી, તેઓ સ્વર્ગવાસી થઈ ગયા. પછી તો મારા પર કોઈનો અંકુશ ના રહ્યો. મેં બધી જ સાધુમર્યાદાઓ છોડી દીધી. ગુરુવચનોની અવગણના કરી નાખી... અને ધર્મ-વિરુદ્ધ, સજ્જનોમાં નિંદનીય એવાં દુષ્ટ કાર્યો કરવા લાગ્યો. આટલા દિવસો સુધી ચોરી કરતાં હું ના પકડાયો, કારણ કે હું અસત્ય બોલતો ન હતો. અને પ્રમાદથી બોલી જવાય તો ગુરુદેવે કહ્યા મુજબ મંત્રજાપ કરી લેતો. પરંતુ ગઈ કાલે મેં ભૂલ કરી.’
‘શું ભૂલ કરી?’ મહામંત્રીએ પૂછ્યું.
‘ગઈ કાલે સંધ્યાસમયે ઉદ્યાનમાં બકુલવૃક્ષની નીચે હું બેઠો હતો, ત્યારે કેટલીક યુવતીઓ, સરોવરમાં સ્નાન કરી, મંદિરમાં દેવતાનાં દર્શન કરી, હું જ્યાં બેઠો હતો ત્યાં આવી. મધુર અને કાલી કાલી વાણીમાં તેમણે મને પૂછ્યું : ‘સંસારનાં શ્રેષ્ઠ વૈયિક સુખોનો ત્યાગ કરી, તમે આવું કઠોર સાધુવર્ત કેમ લીધું છે?' તેઓએ મારી સામે કટાક્ષો ફેંક્યા, મેં તેમના ભાવો જાણ્યા... મારામાં પણ કામાગ્નિ પ્રગટ થયો. મેં લાંબો નિસાસો નાખી... અસત્ય બોલી નાખ્યું : 'મનભાવન પ્રિયતમના વિયોગના સંતાપથી પીડાતો હતો તેથી મેં આ દુષ્કર વ્રત ગ્રહણ કર્યું છે.'
પેલી યુવતીઓ હસતી હસતી ચાલી ગઈ... પછી મને ખ્યાલ આવ્યો કે પ્રમાદથી હું અસત્ય બોલી ગયો છું. પરંતુ મેં બીજો પ્રમાદ કર્યો... ગુરુદેવ કહ્યા મુજબ બે મંત્રોનો જાપ ના કર્યો. ‘એકાદ વાર જાપ ના કરું તો કંઈ વિદ્યાઓ ચાલી જવાની નથી...' એમ ઉપેક્ષા કરી.'
—
प८४
‘મધ્યરાત્રિના સમયે હું ચોરી કરવા નીકળ્યો. સાગરશ્રેષ્ઠીની હવેલીના દરવાજા ખુલ્લા હતા. હું હવેલીમાં ગયો. કોઈ જાગી ના જાય, એવી તકેદારી સાથે મેં સોનાનો અને ચાંદીનો ભંડાર ઉપાડ્યો... ત્યાં સહેજ અવાજ થયો. શેઠના ઘરમાં પુરુષોની
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only