________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવરજવર સંભળાઈ. હું હવેલીની બહાર નીકળી ગયો અને “આકાશમગામિની” વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણ બરાબર થઈ શક્યું નહીં. આકાશમાં ઊડી ના શક્યો. વિદ્યા મને યાદ જ ના આવી... હું ભયભીત થઈ ગયો... સોનાનો ભંડાર લઈને હું ઊભી શેરીએ દોડવા લાગ્યો... ત્યાં શેરીના નાકે શસ્ત્રસજ્જ સૈનિકોએ મને પકડી લીધો. હે મહામંત્રી, પછીનો વૃત્તાંત આપ જાણો છો.'
મહામંત્રીએ કહ્યું : “હે પરિવ્રાજક, તમારી વાતો ઘણી રોમાંચક છે... હવે મારા મનની શંકાનું સમાધાન કરો. ચોરીનો બધો માલ મળી આવ્યો છે, પરંતુ આમાં એક અતિ મૂલ્યવાન અલંકાર કેમ નથી? કે જે ઘણા સમય પહેલાં ચોરાયેલો હતો.' “એ અલંકાર મેં શ્રાવસ્તીના રાજાને આપેલો છે.” કયા નિમિત્તે?' મહામંત્રીએ પૂછ્યું. પરિવ્રાજકે કહ્યું : “મહામંત્રી, શ્રાવસ્તીમાં મારો એક મિત્ર રહે છે. તેનું નામ છે ગંધર્વદત્ત, મારા પ્રાણથી પણ વધારે એ મને પ્રિય છે. ગંધર્વદત્તને, એ જ નગરના ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીની પુત્રી વાસવદત્તા સાથે પ્રેમ થયો. ગંધર્વદત્ત વાસવદત્તા પર અત્યંત મોહિત હતો. વાસવદત્તા પણ ગંધર્વદત્તને સાચા હૃદયથી ચાહતી હતી.”
પરંતુ ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીએ વાસવદત્તાનો વિવાહ એ જ નગરના સ્વર્ણબાહુ નામના શ્રેષ્ઠીના પુત્ર આનંદ સાથે નક્કી કર્યો.
આ સમાચાર મળતાં જ વાસવદત્તા અસ્વસ્થ બની ગઈ... ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી... તેણે વિચાર્યું : “મારે આ વાત તરત જ ગંધર્વદત્તને જણાવી દેવી જોઈએ.” તે નગર બહાર આવેલા યક્ષમંદિરે પૂજા કરવાના બહાને ઘરેથી નીકળી. માર્ગમાં જ ગંધર્વદત્તનું ઘર આવતું હતું. ગંધર્વદત્તે વાસવદત્તાને જોઈ. સંકેત થયો. ગંધર્વદત્ત પણ યક્ષમંદિરે પહોંચી ગયો, યક્ષમંદિર વિશાળ હતું મંદિરના પાછળના ભાગમાં બંને ભેગા થયાં. વાસવદત્તા ગંધર્વદત્તાના ખભા પર મસ્તક નાખી રડી પડી. ગંધર્વદત્ત કહ્યું : “કેમ રડે છે? શું થયું છે તને? નગરનાં કોઈ યુવાને તારી સામે ખરાબ દૃષ્ટિ કરી છે કે કોઈએ તારું અપમાન કર્યું છે?'
ના રે ના, એવું કંઈ નથી બન્યું... હવે તું અને હું જુદાં થવાનાં... મારા વિવાહ મારા પિતાએ સ્વર્ણબાહુ શ્રેષ્ઠીના પુત્ર આનંદ સાથે નક્કી કરી દીધા... મારી માતાએ મને કહ્યું.. ને હું તને કહેવા માટે દોડી આવી..” ગંધર્વદત્ત ગંભીર બની ગયો. ઊંડા વિચારમાં ડૂબી ગયો...' સ્વર્ણબાહુ શ્રેષ્ઠીના રાજા સાથે સારા સંબંધ છે. બીજી બાજુ ઇન્દ્રદત્ત શ્રેષ્ઠી પણ રાજાનો માનીતો છે... શું કરું? ગમે તે થાય, હું વાસવદત્તાને બીજા કોઈ સાથે પરણવા નહીં દઉં.' તેણે વાસવદત્તાને કહ્યું : “તારા લગ્ન મારી સાથે
શ્રી સમરાદિત્ય મહાકથા
પદા
For Private And Personal Use Only