________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ થશે. તું મારી છે, ને મારી જ પત્ની બનીશ. ચિંતા ના કર.”
પરંતુ મારા પિતા મારાં લગ્ન થોડા જ દિવસોમાં કરવાની વાત કરે છે. એ પહેલાં...'
હું તને અહીંથી ઉપાડી જાઉં, એમ જ ને? છેવટે મારે એ જ માર્ગ લેવો પડશે. એ પહેલાં મારે જે ઉપાયો કરવા છે, તે કરી લઉં... સરળતાથી કાર્ય થઈ જાય તો દુષ્કાર માર્ગ નથી લેવો.'
ભલે તારે જ કરવું હોય તે કરજે, હું પરણીશ તો તને જ પરણીશ. નહીંતર મારા પ્રાણ...' વાસવદત્તા રડી પડી. ગંધર્વદને તેને વચન આપ્યું... “હું જ તારી સાથે લગ્ન કરીશ.'
વાસવદત્તા ઘરે ચાલી ગઈ.'
ગંધર્વદત્ત રૂપવાન હતો તેમ બલવાન પણ હતો. બુદ્ધિમાન હતો. તેણે સર્વપ્રથમ વાસવદત્તાના પિતાને મળીને, એમની પાસે વાસવદત્તાની માગણી કરવાનો નિર્ણય કર્યો.’
તે પ્રભાત સમયે, જ્યારે ઇન્દ્રદત્ત સ્નાનાદિ કાર્યોથી નિવૃત્ત થતા હતા. ત્યારે, ઇન્દ્રદત્તની હવેલીએ પહોંચ્યો. જોકે ઇન્દ્રદત્ત ગંધર્વદત્તને ઓળખતા હતા. ગંધર્વદત્તનાં પરોપકારનાં કાર્યોને જાણતા હતા. તેમણે ગંધર્વદત્તને આવકાર આપ્યો, ગંધર્વદ ઇન્દ્રદત્તનું અભિવાદન કર્યું. ઔપચારિક વાતો કર્યા પછી, ઇન્દ્રદત્તે ગંધર્વદત્તને આવવાનું પ્રયોજન પૂછ્યું. ગંધર્વદત્તે કહ્યું :
હું આપની પુત્રી વાસવદત્તાની માગણી કરવા આવ્યો છું.' ઇન્દ્રદત્ત શ્રેષ્ઠી ચમક્યા. તેઓ ગંધર્વદત્ત સામે જોઈ રહ્યા. બે ક્ષણ પછી તેમણે કહ્યું :
ગંધર્વદત્ત, તું મોડો પડ્યો. મેં ગઈ કાલે જ સ્વબાહુ શ્રેષ્ઠીના પુત્ર આનંદ સાથે વાસવદત્તાના વિવાહ નક્કી કર્યા છે.”
એ વિવાહ તોડી શકાય...'
પણ શા માટે? અમને આનંદકુમાર ગમ્યો છે, માટે અમે જ સામે જઈને વિવાહ કર્યા છે.” ‘તમે તમારી પુત્રીને પૂછ્યું નહીં હોય?' પુત્રીને શા માટે પૂછવાનું? અમે જે કરીએ તે એને માન્ય જ હોય..” “માન્ય ના હોય તો?' તો અમે પરાણે માન્ય કરાવીશું. તે અમારે વિચારવાનું છે.”
પા
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only