________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘તમારે એકલાએ નથી વિચારવાનું, મારે પણ વિચારવાનું છે... કારણ કે વાસવદત્તા મારી સાથે લગ્ન કરવા ચાહે છે... કદાચ એણે શરમથી કે ભયથી તમને વાત નહીં કરી હોય, પરંતુ હું જે કહું છું તે સત્ય કહું છું.'
ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીને ક્રોધ આવી ગયો. તેઓ જોરથી બોલ્યા :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘એટલે તું અમને અજાણ રાખી, અમારી પુત્રીને મળે છે, એમ ને? હું તને નગરનો એક સારો યુવાન માનતો હર્તા... આજે ખબર પડી કે તું લબાડ છે... નીકળી જા મારા ઘરમાંથી અને કહી દઉં છું કે આજથી... આ પળથી તારે વાસવદત્તાને મળવાનો પ્રયત્ન કરવાનો નથી. જો પ્રયત્ન કર્યો... તો એનાં માઠાં ફળ તારે ભોગવવાં પડશે.'
‘ભલે, જાઉં છું, પરંતુ તમને કહેતો જાઉં છું કે વાસવદત્તાનાં લગ્ન મારી સાથે જ થશે...’ આમ કહીને ગંધર્વદત્ત, ઇન્દ્રદત્તના ઘરમાંથી નીકળીને ચાલ્યો ગયો.
ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીનું મન ધમધમી ઊઠ્યું. તેમણે વાસવદત્તાને ધમકાવી નાંખી. ચેતવણી આપી દીધી : ‘આજથી તારે ઘરની બહાર પગ મૂકવાનો નથી. ગંધર્વદત્તને મળવાનું નથી... તારે એને ભૂલી જવાનો છે.’
બીજી બાજુ સ્વર્ણબાહુ શ્રેષ્ઠી પાસે જઈને ઇન્દ્રદત્તે કહ્યું : ‘આપણે જેમ બને તેમ જલદી સારા મુહૂર્તે આનંદકુમાર-વાસવદત્તાનાં લગ્ન કરી નાખીએ.’ સ્વર્ણબાહુ કબૂલ થઈ ગયા. પુરોહિત પાસે મુહૂર્ત કઢાવ્યું. ત્રીજો દિવસ નક્કી થયો. બંને પક્ષે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ગંધર્વદત્તને પણ સમાચાર મળી ગયા. તેણે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી.
* લગ્નનો દિવસ આવી ગયો.
* લગ્નમંડપમાં આનંદકુમારની જાન આવી ગઈ.
* લગ્નની ચોરીમાં વર-કન્યાને પધરાવવામાં આવ્યાં.
વાસવદત્તાના શ્વાસ અધ્ધર થઈ ગયાં. ‘શું ગંધર્વદત્ત નહીં આવે? મારો આનંદ સાથે હસ્તમેળાપ થઈ જશે?' એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ‘ના, ના, હું આનંદની સાથે કોઈ સંયોગોમાં લગ્ન નહીં કરું...'
એટલામાં તો લગ્નમંડપની ચાર દિશામાં સશસ્ત્ર ઘોડેસવારો આવીને ઊભા રહી ગયા. ગંધર્વદત્ત ઘોડા પરથી ઊતરી લગ્નમંડપમાં આવ્યો. તેના એક હાથમાં બે હાથ લાંબી ખુલ્લી તલવાર હતી. તેણે ત્રાડ પાડીને કહ્યું : ‘જે જ્યાં બેઠા છો, ત્યાં જ બેસી રહેજો. જરા પણ ઊંચાનીચા થયા છો તો ધડ પર માથાં સલામત નહીં રહે... જોઈ લો ચારે બાજુ...! શસ્ત્રસજ્જ ઘોડેસવારોને જોઈને, ગંધર્વદત્તનું રૌદ્ર રૂપ જોઈને
૫૭
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only