________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રદત્ત, સ્વર્ણબાહુ... આંનદકુમાર... બધા જ સ્તબ્ધ થઈ ગયા. વાસવદત્તા ઝડપથી ઊભી થઈ. ગંધર્વદત્તે એક હાથે ઉપાડીને પોતાના ખભે નાખી, ઘોડા પર બેસી પલ વારમાં અદૃશ્ય થઈ ગયો... પાછળ બધા જ ઘોડેસવારો દોડી ગયા...
લગ્નમંડપમાં હાહાકાર થઈ ગયો. જાનૈયાઓની નાસભાગ થઈ ગઈ. સ્વર્ણબાહુ પોતાના પુત્રને લઈ, રથમાં બેસી ઘરભેગા થઈ ગયા. તેમણે ઇન્દ્રદત્તને કહેવડાવી દીધું : “હવે અમારે તમારી પુત્રી નથી જોઈતી.”
ઇન્દ્રદત્ત ક્રોધથી સળગી ઊઠ્યો. ગંધર્વદત્તે ધોળા દિવસે એનું નાક કાપ્યું હતું.
નગરમાં ચોરે ને ચૌટે, વાસવદત્તાના અપહરણની જોરશોરથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
ઇન્દ્રદત્ત મહારાજા વિચારધવલની પાસે જઈ, સમગ્ર ઘટના કહી સંભળાવી. મહારાજા ગંધર્વદા ઉપર રોષે ભરાયા. તેમણે સેનાપતિ રુદ્રદેવને બોલાવીને આજ્ઞા કરી :
ગંધર્વદત્તને ગમે ત્યાંથી શોધીને પકડી લાવો. ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીની પુત્રી વાસવદત્તાને એની પાસેથી કુશળતાપૂર્વક પાછી મેળવો.”
સેનાપતિએ ગંધર્વદત્તની નગરમાં શોધ આરંભી દીધી. એક એક ઘર અને એક એક દુકાનની તપાસ કરવા માંડી.... ઉદ્યાનો, મંદિરો, ખંડિયેરો... બધે જ સૈનિકો ફરી વળ્યા.
આ શોધી કાઢ્યો ગંધર્વદત્તને. જે લઈ આવ્યા મહારાજા પાસે.
રાજાએ વાસવદત્તા, ઇન્દ્રદત્ત શેઠને સોંપી, ગંધર્વદત્તને નગરમાંથી કાઢી મૂક્યો.
ગંધર્વદત્ત મૂંઝાયો. “હવે શું કરું?” ત્યાં એને મારી સ્મૃતિ થઈ આવી. તે હર્ષિત થયો. તેણે “જીવક' નામના એના મિત્રને કહ્યું : “આપણે બે નારાયણ પાસે જઈએ. એ મંત્રસિદ્ધ પરિવ્રાજક છે. મારો એ અંગત.... અને પ્રાણથી પણ વધારે પ્રિય મિત્ર છે. મને વિશ્વાસ છે કે એ મને સહાય કરશે.'
બંને મિત્રો ઘોડા પર બેસી મારી પાસે આવ્યા. હું અને ગંધર્વદત્ત ભેટ્યા. ગંધર્વદત્તે બધી વાત કરી. મેં એની પરીક્ષા કરવા કહ્યું : “મિત્ર, છોડને વાસવદત્તાને, એના કરતાંય ચઢિયાતી રૂપવંતી કન્યા સાથે તને પરણાવી દઉં!”
પ૮૮
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only