________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેણે કહ્યું : “ના, આ જન્મમાં પરણીશ તો વાસવદત્તાને જ. એ સિવાયની બધી સ્ત્રીઓ માતા ને બહેન સમાન છે.”
હું રાજી થયો. મેં જીવકને કહ્યું : “જીવક, હું તને મૂલ્યવાન રત્નો, આભૂષણો આપું છું. તું એ લઇને શ્રાવસ્તી જા. મહારાજાને આ ભેટ આપીને તું વિનંતી કર. ગંધર્વદત્ત અને વાગવદત્તાના પ્રગાઢ પ્રેમનું નિવેદન કર... તું મધુર વચની છે, બુદ્ધિશાળી છે... રાજાનો વિશ્વાસ સંપાદન કરી શકીશ, વળી, રાજા વિચારધવલને આવાં રત્નો ખૂબ ગમે છે... માટે તારું કામ થઈ જશે.”
રત્નોનાં આભૂષણો લઈ જીવક મારતે ઘોડે શ્રાવસ્તી પહોંચ્યો. મહારાજા પાસે પહોંચ્યો. પોતાનો પરિચય આપીને, રત્નોના મૂલ્યવાન અલંકારો ભેટ આપ્યા. રાજાના ભંડારમાં આવો એક પણ અલંકાર હતો નહીં. તે પ્રસન્ન થયા. કહ્યું : જીવક, તે મને પ્રિય વસ્તુ આપી, હવે તું કહે - હું તારું શું પ્રિય કરું?'
મહારાજા, ગંધર્વદત્તને નગરમાં પ્રવેશ કરાવો અને વાસવદત્તા એને આપો!' “ભલે, તારું પ્રિય થશે. ગંધર્વદત્તને બોલાવી લાવ.”
જીવક મારતે ઘોડે અમારી પાસે આવ્યો. સમાચાર આપ્યા. ગંધર્વદત્ત નાચી ઊઠ્યો, મેં બંનેને વિદાય કર્યા.
રાજા વિચારધવલે ગંધર્વદત્તનો નગરપ્રવેશ કરાવવા નગરના આગેવાનોને સામે મોકલ્યા. જ્યારે નગરના દ્વારે આવ્યો ત્યારે રાજા સ્વયં સામે ગયો. ગંધર્વદત્ત મહારાજાનાં ચરણોમાં ઢળી પડ્યો. રાજાએ તેને ઉઠાવીને પોતાની છાતીએ લગાવ્યો.
રાજસભામાં ગંધર્વદત્તનું સન્માન કરવામાં આવ્યું, અને ત્યાં જ ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીએ, વાસવદત્તાને, ગંધર્વદત્ત સાથે ગંધર્વવિધિથી પરણાવી દીધી.'
પરિવ્રાજકે કહ્યું : “આ રીતે મેં પેલું મૂલ્યવાન આભૂષણ શ્રાવસ્તીના રાજાને આપેલું.”
શ્રી સમરાદિત્ય મહાકથા
પ૮૯
For Private And Personal Use Only