________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રીએ પરિવ્રાજકને કહ્યું : “મહાત્મનું, તમે ખરા સમયે મિત્રને સહાય કરી. સજ્જનોચિત કાર્ય કર્યું. તમને હું મુક્ત કરું છું. હવેથી આપ આપના વેષને અનુરૂપ આચરણ કરજો. એવી વિનંતી કરું છું.”
મહામંત્રી, તમે મારા અપરાધોની ક્ષમા આપી, મને નવું જીવન આપ્યું છે. હવેથી હું ભાવપૂર્વક મારા પરિવ્રાજક જીવનનો પ્રારંભ કરીશ.' પરિવ્રાજક ચાલ્યો ગયો.
ત્યાર પછી સૈનિકોને મહામંત્રીએ આજ્ઞા કરી : “કારાવાસમાં પૂરેલા શ્રાવસ્તીના રાજપુરુષોને લઇ આવો.” સૈનિકોએ ધનકુમાર વગેરેને મુક્ત કર્યા. મહામંત્રી પાસે લાવ્યા. મહામંત્રી એ કહ્યું : “તમે નિર્દોષ છો, તમને મુક્ત કરવામાં આવે છે. પરંતુ તમારા પાસેથી મળેલું આભૂષણ અમારા મહારાજનું છે, એ તમને આપવામાં નહીં આવે.'
૦ ૦ ૦. ધનકુમારે શ્રાવસ્તીના રાજપુરુષોને કહ્યું : 'હવે તમે સહુ શ્રાવસ્તી પાછા જાઓ. હું એકલો સુશમનગર પહોંચી જઈશ. મહારાજાને મારા પ્રણામ કહેજો.”
રાજપુરુષોને પાછા વાળ્યા. ધનકુમારે સમુદ્રકિનારે આવેલા વૈરાટનગરનો રસ્તો પકડ્યો. વૈરાટનગરથી સુશર્મનગર જવાનો રસ્તો નિરુપદ્રવી હતી. સમુદ્રના કિનારેકિનારે જવાનું હતું એટલે ભૂલા પડવાની ચિંતા ન હતી.
એક દિવસ, સમુદ્રકિનારાથી થોડે દૂર, ઘટાદાર વૃક્ષોનું એક જંગલ ધનકુમારે જોયું. વૃક્ષો લીલાછમ દેખાતાં હતાં, એટલે અનુમાન કર્યું કે ત્યાં પાણીનાં ઝરણાં પણ વહેતા હશે. ધનકુમારને સુધા પણ લાગી હતી. પાણી પણ પીવું હતું. તેણે એ જંગલમાં પ્રવેશ કર્યો. જંગલમાં થોડે દૂર ગયો તો ત્યાં એક સાથેનો મુકામ જોયો! લગભગ પચાસથી વધારે પુરુષો હશે. અનેક પશુઓ હતાં. નોકરો ભોજન બનાવી રહ્યા હતા. સાર્થવાહે ધનકુમારને આવકાર્યો.
અતિથિ, તમે ભોજનવેળાએ આવી ચડ્યા છો, તો અમારી સાથે તમે પણ ભોજન કરો.' ધનકુમારને તીવ્ર સુધા લાગી હતી. તેણે સાર્થવાહનું આમંત્રણ સ્વીકારી લીધું. પાણી પીધું. ભોજન કર્યું. અને સાર્થવાહ સાથે વાર્તાલાપ શરૂ કરે, એ પહેલાં તો પહાડ જેવડા મોટા મોટા હાથીઓનું ટોળું ત્યાં ધસી આવ્યું. સાર્થના માણસો ગભરાઈ ગયા. ભાગાભાગી થઈ ગઈ. ધન પણ એક દિશામાં દોડવા લાગ્યો. એની પાછળ એક યુવાન હાથી દોડ્યો. ધનને પકડવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. ધન
ભાગ-૨ # ભવ ચોથો
પca
For Private And Personal Use Only