________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંકોચૂકો દોડવા લાગ્યો. હાથી ક્રોધે ભરાયો... સૂઢ લાંબી કરીને... તેણે ધનને ઝડપી લીધો... જમીન પર પછાડી દીધો. એવો જોરથી જમીન પર પટક્યો કે એને તમ્મર આવી ગયા. શરીરનું એક-એક હાડકું દુઃખવા લાગ્યું. હાથે-પગે ઘણું વાગ્યું... બસ, એ મર્યો નહીં એટલું જ!
વળી પાછા એ જ યુવાન હાથીએ ધનને સૂંઢથી પકડીને આકાશમાં ઉછાળ્યો! ભાગ્યયોગે કુમારે પાસે રહેલા વટવૃક્ષની ડાળી પકડી લીધી અને એ તરત જ વૃક્ષની સૌથી ઉપરની ડાળી પર ચઢી ગયો. યુવાન હાથીએ સૂંઢ ઊંચી કરી... પણ કુમાર સુધી ના પહોંચી. હાથી હરાયો થયો હતો. તેણે વટવૃક્ષના થડને સૂંઢ લપેટી અને વૃક્ષને ઉખાડી નાખવા પ્રયત્ન કરવા માંડ્યો. વૃક્ષ મોટું હતું. વૃક્ષનાં મૂળિયાં જમીનમાં ખૂબ ઊંડાં ગયેલાં હતાં, એટલે વૃક્ષ ઊખડવાની તો શક્યતા જ ન હતી. છતાં વૃક્ષને તેણે હચમચાવી મૂક્યું હતું. ધનકુમારે ઉપરની ડાળી મજબૂત પકડી લીધી હતી.
કુમાર ઉપરની જે ડાળી પર બેઠો હતો, તેના ઉપર નાની નાની ડાળીઓના ઝુંડમાં પક્ષીનો એક માળો હતો. પરંતુ પક્ષી ન હતું. કુમારને માળામાં રહેલાં બચ્ચાં જોવાની ઇચ્છા થઈ. તે સાચવીને ઊભો થયો માળામાં જોયું... તો તેની આંખો પહોળી થઈ ગઈ! તે સ્તબ્ધ થઈ ગયો... નીચે ઊભેલા હાથીઓના ટોળાને ભૂલી ગયો..... ‘આ શું? ત્રૈલોક્યસારા રત્નાવલી, કે જેને બાજપક્ષી ઉપાડી ગયું હતું. તે રત્નાવલી અહીં આ માળામાં ક્યાંથી આવી ગઈ? શું આ માળો એ બાજપક્ષીનો હશે? જે હોય તે, હું રત્નાવલી તો લઇ લઉં! ફરી-ફરીને પાછી એ રત્નાવલી મારી પાસે આવી! પરંતુ મારે રાખવી નથી... મારે શું કરવી છે? મારા ઘરમાં આવી અનેક રત્નાવલી છે! જો આ હાથીનું ટોળું ચાલ્યું જાય તો હું નીચે ઉતરી જાઉં અને શ્રાવસ્તી જઇને આ રત્નાવલી મહારાજાને આપી આવું... ઘરે જવામાં થોડું મોડું થશે... તો થશે, આમેય વર્ષ ઉપર સમય થઈ ગયો છે. થોડો વધારે વિલંબ થશે... પરંતુ મહારાજાને ખૂબ હર્ષ થશે. રાજકુમારી આનંદિત થઈ જશે.’
ગિરિથલ નગરથી ધનકુમારે મુક્ત કરેલા રાજપુરુષો શ્રાવસ્તી પહોંચ્યા, મહારાજા વિચારધવલને પ્રણામ કરી, ગિરિથલમાં બનેલી દુર્ઘટના કહી સંભળાવી. મહારાજાને ગિરિથલના મહામંત્રી ઉપર ગુસ્સો આવ્યો. ‘ઠીક છે, અવસરે મારે ગિરિથલ પર આક્રમણ કરવું જ પડશે.’ પરંતુ રાજપુરુષોને મહારાજાએ તતડાવી નાખ્યા.
‘તમે ખરેખર બુદ્ધિહીન છો, એ ધનકુમાર તો ઉદાર પ્રકૃતિનો છે. તેણે તમને કષ્ટ ના પડે, માટે મુક્ત કર્યા, પરંતુ તમારે એનો સંગ છોડવાનો ન હતો. સુશર્મનગર સુધી તમારે જવાનું હતું. મેં તમને સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી હતી... છતાં તમે
પાછા આવી ગયા. એ ઉપકારી મહાપુરુષ એકલો જ સુશર્મનગરે જશે... એના પિતા નગરશ્રેષ્ઠી છે.. રાજસભામાં એમનું સ્થાન છે. રાજસભામાં અવશ્ય વાત શ્રી સમરાદિત્ય મહાકથા
૫૧
For Private And Personal Use Only