________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવાની કે ધનકુમારે ગરુડમંત્રથી શ્રાવસ્તીના રાજકુમારને નિર્વિષ કરી નવું જીવન આપ્યું.... આવો મહાન ઉપકાર કરવા છતાં શ્રાવસ્તીના રાજાએ વિવેક ના કર્યો? એની સાથે બે-ચાર વળાવિયા પણ ના મોકલ્યા? મારી કેવી અપકીર્તિ થશે? જાઓ હમણાં જ પાછા જાઓ, જ્યાં ધનકુમાર હોય, ત્યાં જઈને મળો... અને સુશર્મનગરે પહોંચાડીને આવજો. જો પહોંચાડ્યા વિના આવ્યા તો તમને નગરમાં પ્રવેશવા નહીં દઉં.”
બિચારા રાજપુરુષો! શું કરે? મહારાજાની આજ્ઞાનું પાલન કરે જ છૂટકો! જમવા પણ ના રોકાયા... પોતપોતાનાં પરિવારોને મળવા ય ના રોકાયા.. તરત જ રવાના થયા. ગિરિયલ તરફ પ્રયાણ કર્યું.
૦ ૦ ૦. ધનકુમારે રત્નાવલી લઈને પોતાની કમરે કંદોરા સાથે બાંધી લીધી. ઉપર કસીને વસ્ત્ર બાંધી દીધું. તેણે નીચે જોયું. હજુ હાથીઓનું ટોળું ઊભું હતું. તે શાન્તિથી ડાળ પર નિર્ભયપણે બેસી રહ્યો. આખરે કંટાળીને હાથીનું ટોળું જંગલમાં ચાલ્યું ગયું.
જ્યારે દેખાતું બંધ થયું, ત્યારે કુમાર ધીરે ધીરે વૃક્ષની નીચે ઉતર્યો. તેનું આખું શરીર દુઃખતું હતું. શરીર પર ઉઝરડા પડ્યા હતા. માથે પણ ઠીક ઠીક વાગ્યું હતું. તેણે વિચાર્યું : “માર્ગમાં કોઈ સારું ગામ આવે તો ત્યાં બે દિવસ રહીને ઉપચાર કરાવી લઉં... પણ હવે ગિરિથલમાં નથી જવું.'
તે ધીરે ધીરે ચાલવા લાગ્યો.
એકાદ યોજના ગયા પછી એક ઘોડેસવાર મળ્યો. ઘોડેસવારે ધનકુમારને જોયો... તેણે પૂછ્યું : “હે આર્ય, તારે ક્યાં જવાનું છે?'
શ્રાવસ્તી.”
હું શ્રાવસ્તી તો નથી જતો, પરંતુ શ્રાવસ્તીથી નજીકના પ્રિય મિલન' નામના ગામે જાઉં છું. તું મારી પાછળ અશ્વ પર બેસી જા. હું તને પ્રિય મિલન ગામ સુધી લઇ જાઉં. ત્યાંથી તું શ્રાવસ્તી ચાલ્યો જજે.. તને વાગેલું છે? તારું શરીર શ્રમિત લાગે છે..” ધનકુમારે ઘોડેસવારની વાત માની લીધી. તે ઘોડા પર બેસી ગયો. ઘોડો દોડવા માંડ્યો. રસ્તામાં ઘોડેસવારે પૂછયું : “શ્રાવસ્તીમાં કોના ઘરે જવું છે યુવાન?' મહારાજાની પાસે જવું છે.” મહારાજા વિચારધવલની પાસે?' હા ભાઈ..”
મહારાજા જેવા મહારાજાને કેવી બે મોટી આપત્તિ આવી ગઈ? રાજકુમારને કાળો નાગ ડસ્યો અને રાજકુમારીનું વહાણ સમુદ્રમાં તૂટી ગયું.... એ તો વળી
પ૯૨
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only