________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાનની દયા થઈ કે. ઝેર ઉતારનાર એક પરદેશી યુવાન મળી ગયો. અને રાજકુમારીને દરિયામાં પાટિયું મળી ગયું... બંનેને નવું જીવન મળ્યું!” “એ વખતે તમે શ્રાવસ્તીમાં હતા?” કુમારે પૂછ્યું.
ના, પણ બધા સમાચાર તો મળે ને? અમારા ગામના વેપારીઓ શ્રાવસ્તી જાય - આવે છે. પણ પછી.. હમણાં જ અમારા ગામમાં એક કન્યાને સાપ કરડ્યો.. બિચારી કન્યા.. મૂછિત થઈને પડી. મને થયું કે “શ્રાવસ્તીમાં પેલો પરદેશી માંત્રિક હોય તો બોલાવી લાવું..' હું મારતે ઘોડે ગયો શ્રાવસ્તી.. પણ પરદેશી માંત્રિક તો ચાલ્યો ગયેલો... નિરાશ થઈને પાછો આવ્યો... કન્યા ના જીવી...'
શું તેનો અગ્નિસંસ્કાર કરી દીધો?”
કદાચ નહીં કર્યો હોય.. કર્યો પણ હોય... મને ખબર નથી. ત્યાં ગયા પછી ખબર પડશે... પણ તે મરી ગઈ છે, એ વાત નક્કી છે.”
ભલે મરી ગઈ હોય, જો એના દેહને જેમનો તેમ રાખ્યો હશે.. તો હું એને સજીવન કરીશ! એટલો પરોપકાર કરવાનો મને અવસર મળશે..”
હૈં તમે ઝેર ઉતારો છો?” હા, રાજકુમારનું ઝેર ઉતારવાનું કામ પણ મેં કર્યું હતું.'
ઘોડેસવારે ઘોડો ઊભો રાખ્યો. તે નીચે ઊતર્યો. તેણે ફરીથી કુમારને જોયો. વિસ્ફારિત નેત્રે જોયો... તે ગદ્ગદ થઈ ગયો. તેણે કહ્યું : “અહો, હું કેવો ભાગ્યશાળી, કે મને તમારા જેવા મહાન માંત્રિક પુરુષનો અનાયાસ ભેટો થઈ ગયો!'
‘તમે વિલંબ ના કરો. ઘોડા પર બેસો... ને ઘોડાને પવનવેગે દોડાવો... તો જ કન્યાને બચાવી શકાશે.
પ્રિય મિલન ગામમાં જઈને ધનકુમારે પહેલું કામ કન્યાને નિર્વિષ કરવાનું કર્યું. આખા ગામમાં ઘનકુમારની પ્રશંસા થવા લાગી. લોકો એને “ભગવાન” માનવા લાગ્યા.
પેલા રાજપુરુષોના કાને વાત પહોંચી કે પ્રિયમિલન ગામમાં કોઈ માંત્રિકે એક કન્યાને નિર્વિષ કરી છે..” તેઓએ ધનકુમારની જ કલ્પના કરી. તેઓ પ્રિમિલન ગામમાં પહોંચ્યા. કુમારને મળ્યા... કુમારે આશ્ચર્યથી પૂછ્યું : ‘તમે કેમ પાછા આવ્યા?
મહારાજાની આજ્ઞાથી. પરંતુ આપ સુશર્મનગર જવાના બદલે પાછા કેમ વળ્યા?
પછી શ્રાવસ્તી આવવાનું છે. મહારાજાને મળવું છે... આજે જ આપણે નીકળી જઈએ...' શ્રી સમરાદિત્ય મહાથા
પc3
For Private And Personal Use Only