________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુવાન! એને હું વધ કાર્યથી કાયમ માટે મુક્ત કરું છું. એટલું જ નહીં, તે ઉપકારી, તારા હાથે તેને એક લાખ સોનામહોરો આપ!' ભંડારીએ એક લાખ સોનામહોરોની થેલીઓ લાવીને ધનકુમારની આગળ મૂકી. ત્યાર પછી કસાઇને ત્યાં બોલાવવામાં આવ્યો. કસાઇએ મહારાજાને પ્રણામ કર્યા, પછી ધનકુમારને પ્રણામ કર્યા. ધનકુમારે કહ્યું : “હે મહાનુભાવ, મહારાજાએ તને આજીવન વધકાર્યથી નિવૃત્ત કર્યો છે, અને જીવનપર્યત તારી આજીવિકા ચાલે તે માટે આ એક લાખ સોનામહોરો તને આપે છે..”
મહારાજાએ કહ્યું : “વિધ્યપર્વતની તળેટીમાં, એક હજાર ચંડાળ પરિવારોને રહેવા માટે જમીન આપ!”
ધનકુમારે હર્ષિત હૃદયે કહ્યું : “જેવી આપની આજ્ઞા. આપે મહાન ઉપકાર કર્યો.'
ધનકુમારે લોહિતમુખને કહ્યું : “મહારાજાએ તમારાં એક હજાર પરિવારોને વિધ્યપર્વતની તળેટીમાં વસાવવા માટે જમીન આપી છે. મહારાજાનો આ બહુ મોટો ઉપકાર છે. હું એમ ઇચ્છું છું કે એ હજાર પરિવારો અહિંસાધર્મનો સ્વીકાર કરે. તેઓ ખેતી કરીને પોત-પોતાની આજીવિકા કમાય.'
લોહિતમુખે કહ્યું : “હે આર્ય! આપની ઇચ્છા મુજબ જ થશે. આપને જીવિત જોઈને મને અતિ હર્ષ થયો છે. આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે... મારી ઘણાં વર્ષોની ઇચ્છા પૂર્ણ કરી છે.'
ધનકુમારના ગુણ ગાઈને તે પોતાને સ્થાને ગયી.
મહારાજાએ ધનકુમારને નવા રૂપે જોયો. તેને પૂછ્યું : “હે ભદ્રપુરુષ, તારી પરોપકારપરાયણતા, તારો ઔચિત્યપૂર્ણ વ્યવહાર, તારી શિષ્ટ-મધુર વાણી.. તારી સૌમ્ય-સુંદર મુખાકૃતિ... આ બધું જોતાં મને ચોક્કસ લાગ્યું છે કે તું કોઈ મોટા ખાનદાન કુળનો પુત્ર છે. પરંતુ તું કહે, તું કયા નગરનો રહેવાસી છે? તને જન્મ આપનારાં કોણ ભાગ્યશાળી માતા-પિતા છે? અને તારું નામ શું છે?
ધનકુમાર મહારાજાના મુખે પ્રશંસા સાંભળી શરમાઈ ગયો... “મહારાજા, જે કમળમાં લક્ષ્મી વાસ કરે છે, એ કમળમાં શું કીડા ઉત્પન્ન નથી થતા? હું વણિક જાતિમાં માત્ર જન્મ્યો છું. મારું આચરણ એ ઉચ્ચ જાતિ-કુળને અનુરૂપ નથી. માટે મારા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલો હું એક કીડો છું..” ધનકુમારની આંખો આંસુથી ભરાઈ ગઈ. પોતાના ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી નાખીને તેણે કહ્યું :
‘મહારાજા, હું સુશર્મનગરનો નિવાસી છું. મારા પિતા છે નગરશ્રેષ્ઠી વૈશ્રમણ અને મારી માતા છે મહાસતી શ્રીદેવી. મારું નામ છે ધન.”
અહો, ધનકુમાર, તું શ્રેષ્ઠીપુત્ર છે! તું અકાર્ય કરે જ નહીં, તો પછી રત્નાવલી તારા પાસે કેવી રીતે આવી? શું તું એ રહસ્ય પ્રગટ કરીશ?”
શ્રી સમરાદિત્ય મહાકથા
પછા
For Private And Personal Use Only