________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતો, ત્યાં દોડતો ને ગભરાયેલો એક યુવાન આવી ચઢ્યો... તેનો શ્વાસ ભરાઈ ગયો હતો અને ભયથી થરથર ધ્રૂજતો હતો. આવીને તે સીધો જ વીરસેન પાસે ગયો ને કહેવા લાગ્યો : ‘હૈ આર્ય! મને બચાવો... હું તમારા શરણે આવ્યો છું.’
વીરસેને તેને આશ્વાસન આપતાં કહ્યું : ‘યુવાન, તું નિર્ભય બન‚ મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે.’
વીરસેનની પત્ની શીલવતીએ કહ્યું : ‘હે નાથ, આમ શરણ ના આપી દો... કદાચ આ યુવાન અપરાધી હશે તો?’
વીરસેને કહ્યું : ‘દેવી, શું નિર્દોષ મનુષ્ય શરણ લેવા આવે ખરો? હું સમજું છું કે આ અપરાધી હશે જ, માટે જ એ મારા શરણે આવ્યો છે! ગમે તે હોય, મનુષ્ય છે ને? જીવ છે ને? મારે એની રક્ષા કરવી જોઈએ. એ અપરાધી હશે તો હું એને ભવિષ્યમાં અકાર્ય નહીં કરવા સમજાવીશ!'
વીરસેને આગંતુક યુવાનને પૂછ્યું : ‘હું યુવાન, તને કોનો ભય છે?'
શ્વેતામ્બીના મહારાજા વિજયવર્માના નગ૨૨ક્ષક સૈનિકોનો... યમરાજ જેવા એ સૈનિકો ઉઘાડી તલવારો લઈને મારી પાછળ પડ્યા છે...' હજુ તેનું શરીર કંપી રહ્યું હતું. તેની આંખોમાં ભય તરવરતો હતો.
વીરસેને તરત જ પોતાના સૈનિકોને સજ્જ થઈને ઊભા રહેવા સૂચના આપી. સાર્થના અન્ય પુરુષો પણ વીરસેનની પાસે આવીને ઊભા રહી ગયા. વીરસેને આગંતુક યુવાનને બીજી એક કુટિરમાં બેસાડી દીધો. પરંતુ નગ૨૨ક્ષક સૈનિકૉ સાથે ધસી આવેલા કોટવાલે તેને જોઈ લીધો, કોટવાલે ત્રાડ પાડી : ‘ઓ પાપી, ચોર... તું પાતાલમાં છુપાઈ જાય તો પણ હું તને છોડું નહીં, ઇન્દ્રના શરણે જાય તો પણ તને પકડી પાડું... હવે તું બચવાનો નથી...’
ત્યાં વીરસેને કોટવાલને પૂછ્યું : ‘હે મહાનુભાવ, એ યુવાને શો અપરાધ કર્યો
છે?’
‘તેણે નગરમાં ચોરી કરી છે. રાજાશાનો ભંગ કર્યો છે.’
વીરસેને કહ્યું : ‘મને ખબર ન હતી કે એ ચોર છે... એ મારા શરણે આવ્યો, મેં એને રક્ષણ આપ્યું છે. હું સમજું છું કે ચોરનું શરણ ના કરાય, છતાં શરણે આવેલાનો ત્યાગ પણ કેવી રીતે કરાય? તમે જ કહો, હું શું કરું?'
‘હે સાર્થવાહ, જો તમે અમારી વાત માનો તો અમને અપરાધી સોંપી દો, અને જો તમે નહીં સોંપો તો પછી અમારે ગમે તે ઉપાય કરીને એને લઈ જવો પડશે. તમે મહારાજ વિજયવર્માના અપરાધી બનશો...
પરંતુ, શરણે આવેલાને સોંપી દેવો, તે સજ્જનોને શોભે નહીં... માટે હું એ યુવાનને પાછો નહીં સોપું.’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
sou