________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|૧૦૨H].
‘શજભાઇ, શું હું અંદર આવી શકું છું?' કુમારવાસમાં મારા શયનખંડમાં, કે જ્યાં અમે મિત્રો વાર્તા-વિનોદ કરતા હતા, તેના દ્વારે એક રાજપુરુષે આવીને કહ્યું.
પધારો વિનયંધરજી! આજે કુમારવાસને આપે પાવન કર્યો. તેથી મને આનંદ થયો.” મહારાજાના પ્રીતિપાત્ર રાજ્યાધિકારી વિનયંધરનું સ્વાગત કર્યું. ઉચિત આસને બેસાડી કુશળપૃચ્છા કરી.
કુમાર, મારે તમારી સાથે એકાંતમાં કેટલીક વાતો કરવી છે!” મેં વસુભૂતિ વગેરે મિત્રોને ચાલ્યા જવાનો સંકેત કર્યો. તેઓ ચાલ્યા ગયા મારા ખંડમાંથી.
હજુ મને આવે બે ઘટિકા જ થઈ હતી, ત્યાં વિનયંધરને આવેલા જોઈ, મને લાગ્યું કે મહારાજાનો સંદેશો લઈને તેઓ આવ્યા હશે. તેમણે મને કહ્યું : “કુમાર, વાત ગુપ્ત અને ગંભીર છે એટલે ખંડનું દ્વાર બંધ કરો. “મેં દ્વાર બંધ કર્યું. પછી મને તેમણે તેમની પાસે જ સમાન આસન પર બેસવા કહ્યું. હું બેઠો, તેમણે મારી સામે જોયું. તેમની દૃષ્ટિમાં સ્નેહ હતો.
“કુમાર, મારે જે મુખ્ય વાત તમને કહેવી છે, એ પછી કહીશ, એ પહેલાં તમને હું મારો પરિચય આપું છું.
આપના પિતા મહારાજા યશોવર્માના રાજ્યમાં સ્વસ્તિમતી નામનું એક ગામ છે. એ ગામમાં વીરસેન નામના એક ધનાઢચ કુલપુત્ર વસતા હતા. એ વીરસેનને દાન આપવાનું વ્યસન હતું. તેઓ ગંભીર અને શૂરવીર હતા. જાણે સાક્ષાત્ કલ્પવૃક્ષ હતા. તેમની પરોપકાર-પરાયણતાએ તેમને કાકંદીના રાજ્યમાં પ્રસિદ્ધિ અને કીર્તિ આપી હતી.
તેમની પત્ની શીલવતી ગર્ભવતી થઈ. શીલવતીનું પિતૃગૃહ જયસ્થળ નગરમાં હતું. માર્ચ મહિના પૂર્ણ થયા પછી, શીલવતીને જયસ્થળ પહોંચાડવા માટે વરસેને એક મોટા સાથે સાથે પ્રયાણ કર્યું. સાર્થમાં વીરસેનના સ્વજન ઉપરાંત, બીજા નાગરિકો અને શસ્ત્રસજ્જ સૈનિકો પણ હતા. મૂલ્યવાન વસ્તુઓની હજારો પોઠ સાથે લીધી હતી.
ચાલતાં ચાલતાં કેટલાક દિવસે તેઓ શ્વેતામ્બીનગરીની સીમમાં પ્રવેશ્યા. તેમણે નગરીની બહાર જ એક ઉદ્યાનમાં પોતાનો પડાવ નાખ્યો.” હું બોલી ઊઠ્યો : “વિનયંધરજી, એ શ્વેતામ્બી તો મારી જન્મભૂમિ છે!'
એટલે જ હું તમને આ વૃત્તાંત કહી રહ્યો છું! એ શ્રેષ્ઠીએ જ્યાં પડાવ નાખ્યો 808
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only