________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને આ કાર્ય ઉચિત નથી લાગતું. બુદ્ધિમાન મનુષ્ય ઉચિત કાર્ય જ કરવું જોઈએ. અનુચિત નહીં.' - “ગાંડા છોકરા! તું મને ઉચિત-અનુચિતના પાઠ શીખવે છે? તારા કરતાં હું દશ વર્ષ મોટી છું. મેં દુનિયા જોઈ છે. તારી દૃષ્ટિએ જે ઉચિત લાગતું હોય તે બીજાની દૃષ્ટિએ અનુચિત હોઈ શકે. તારી દૃષ્ટિએ જે અનુચિત લાગતું હોય, તે બીજાની દૃષ્ટિએ ઉચિત હોઈ શકે... તારે મને ઉચિત-અનુચિતના પાઠ ભણાવવાની જરૂર નથી...”
માતા, હું આપને પાઠ ભણાવનાર કોણ? મને જે ઉચિત નથી લાગતું - તે તમને કહું છું. મારો વિવેક મને આવું અકાર્ય કરવાની ના પાડે છે. હું આ અકાર્ય નહીં કરી
આ તારો દુરાગ્રહ છે. ભલે, તારી ઇચ્છા ન હોય... તો હું તારા પર બળાત્કાર કરવા નથી ઇચ્છતી, પરંતુ પાછળથી તને પસ્તાવો થશે... એટલું યાદ રાખજે...”
હું મૌન રહ્યો. બારીની બહાર જોવા લાગ્યો. એ ખંડમાં આંટાફેરા મારવા લાગી.
એક રાજરાણીની પ્રેમની પ્રાર્થનાનો અસ્વીકાર કરવાનું શું પરિણામ આવે છે, તે તું જાણતો નથી. ભલે, જેવી તારી ઈચ્છા...”
મેં કહ્યું : “હે માતે, મેં તમને રાજરાણીરૂપે નથી જોયાં, મેં તમને માતાના રૂપે જોયાં છે! એટલે જ આ એકાંત ખંડમાં હું વિકારહીન રહી શક્યો છું, વિવેકસંપન્ન રહી શક્યો છું. જેવી રીતે મહારાજનો મારા પર પ્રેમ છે, વાત્સલ્ય છે... તેવી જ રીતે તમારા વાત્સલ્યનો હું પાત્ર છે. માતા, મને ક્ષમા કરો.”
હું મહારાણીના પગમાં પડી ગયો. મહારાણીએ મને કહ્યું : કુમાર, હવે તું અહીંથી જઈ શકે છે...”
હું તરત જ મહેલની બહાર નીકળી ગયો.... અને મારા આવાસ તરફ ચાલ્યો. મારા મનમાં સખત અકળામણ હતી. મને વિચાર આવ્યો : “હવે મારે અહીં આ નગરમાં ના રહેવું જોઈએ..વહેલામાં વહેલી તકે નગર છોડીને ચાલ્યા જવું જોઈએ.'
પરંતુ તરત જ મને વિલાસવતી યાદ આવી. “મારા અચાનક ચાલ્યા જવાથી એ રાજકુમારીનું શું થશે? એ જીવી જ નહીં શકે... અમારો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. માત્ર અમે શરીરના સંબંધથી જ દૂર હતાં... '
“શું કરવું? મિત્ર વસુભૂતિની સલાહ લેવાનો વિચાર કર્યો. અને હું કુમારવાસમાં પહોંચ્યો. ત્યાં વસુભૂતિ અને બીજા મિત્રો મારી પ્રતિક્ષા કરી રહ્યા હતા. મારા મનની બધી ગડમથલ છુપાવી, મિત્રો સાથે આનંદ-પ્રમોદમાં જોડાઈ ગયો.
ક ગ્રહ છેક
શ્રી સમસદિત્ય મહાકથા
903
For Private And Personal Use Only