________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મારું શરીર તમને આપી શકું નહીં. હું પરસ્ત્રીને સ્પર્શ પણ કરવા ઇચ્છતો નથી. જો ખરેખર, તમને મારા પર પ્રેમ હોય તો ક્ષણિક સુખની પ્રાપ્તિ ખાતર, તમે મને ઘોર દુઃખોથી ખદબદતા નરકમાં ધક્કો ના મારો...'
અરે મૂઢ કુમાર, હું તને ધક્કો મારું છું કે સ્વર્ગના સુખનો અનુભવ કરાવવા ઈચ્છું છું, તેટલું પણ તું નથી સમજી શકતો? મારા જેવી અદ્વિતીય રૂપવતી રાણી.. પોતાનો રૂપગર્વ છોડી... તારાં ચરણોની દાસી બનવા પ્રાર્થના કરે છે. તેનું તું મૂલ્ય કરી શકતો નથી? મારા અગાધ પ્રેમને તિરસ્કારીને તું તારી જાતે જ નારકીય આમંત્રણ નથી આપતો શું? તું વિચાર કર... હજુ મોડું નથી થઈ ગયું...'
“માતા, મહારાજાએ મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને મને મહેલમાં સ્વેચ્છાપૂર્વક ફરવાની અનુમતિ આપી છે... એ વિશ્વાસનું પાલન કરવું, એ મારો ધર્મ છે. જો હું તમારી ઇચ્છાને આધીન થાઉં તો મારો ધર્મ હું ચૂકું છું. સમર્થ પુરુષો ધર્મના પાલક હોય છે, ધર્મભંજક નહી.”
કુમાર, તને મેં આવો વેવલો નહોતો જાણ્યો. આ પ્રસંગે ધર્મની વાત કરવાની હોય? ધર્મની વાત ધર્મનાં સ્થાનોમાં કરવાની હોય.. આ પ્રસંગ ધર્મધ્યાનનો નથી, રંગરાગનો છે.. તું આટલી સામાન્ય વાત પણ કેમ સમજી શકતો નથી?” રાણીનું ઉત્તરીય વસ્ત્ર માથા પરથી નીચે સરકી પડ્યું. તેની ઉપસેલી છાતીનો ભાગ ખુલ્લો થયો. છતાં મારા મન પર એની કોઈ અસર ના થઈ. મેં કહ્યું :
કોઈ પણ સંયોગોમાં હું મારા શીલનું ખંડન નહીં કરું, આ વાત તમારે સમજી લેવી જોઈએ.”
શીલ? હજુ તો તું કુંવારો છે! અને શીલની વાતો કરે છે? આ યુવાની બ્રહ્મચારી બનવા માટે નથી છોકરા... રંગ-રાગ અને ભોગ-વિલાસથી યુવાનીને સફળ કરવી જોઈએ. શીલની વાત તો વૃદ્ધ પુરુષો કરે તો શોભે. અત્યારે... આ ભરપૂર યૌવનકાળમાં શીલની.. બ્રહ્મચર્યની વાત કરવી ના શોભે... માટે આવ. મને ભેટી પડ... અને વિષયરસનું પાન કર... મને પણ અમૃતરસનું દાન આપ...!'
માતા શું આ નિંદાપાત્ર કાર્ય નથી? આવું ખોટું કામ કરવાથી તમારી અને મારી નિંદા ન થાય દુનિયામાં?”
“નિન્દા? કોણ નિંદા કરશે? કોઈ આપણું કામ જાણે તો નિંદા કરે ને? અહીં આપણા બે સિવાય, ત્રીજું કોણ છે કે જે દુનિયામાં જઈને આપણા પ્રેમનો ઢંઢેરો પીટે? નિંદાનો ભય રાખવાની જરૂર નથી... અને આ પ્રેમનો માર્ગ તો આમેય અગ્નિપથ છે! અગ્નિપથ પર ચાલવાની હિંમત જોઈએ.'
ભલે, નિંદા ના થાય આજે.. પરંતુ પાપ એક દિવસ પ્રગટ થયા વિના રહેતું નથી. એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે મનુષ્યના માથે દુઃખના ડુંગર તૂટી પડે છે. માટે
ભાગ-૨ # ભવ પાંચમો
902
For Private And Personal Use Only