________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કુમાર, શું તું ભવિષ્યનો વિચાર કરે છે? તને કોઈ ભય સતાવે છે? તું નિર્ભય બન. અહીં અત્યારે તું અને હું - બે જ છીએ. આપણે સ્વચ્છંદપણે રતિક્રીડા માણી શકીશું... અને તું પરાક્રમી છે... લાંબો વિચાર ના કર... સામેથી ચાલ્યા આવેલા સુખનો સ્વીકાર $2...'
તે એટલી નજીક આવી ગઈ કે હવે તે એના બે હાથથી મને હચમચાવી શકે... પરંતુ એણે એવું કંઈ ના કર્યું... પરંતુ બે હાથ જોડી... અતિ દીન શબ્દોમાં બોલવા લાગી... ‘કુમાર, તું મારા મનોરથ પૂર્ણ નહીં કરે? તારા વિના... ખરેખર, હું દીન છું... અનાથ છું... મને સનાથ કર કુમાર!'
તે એકદમ સામે આવી ગઈ. એની અને મારી વચ્ચે માત્ર બે આંગળનું જ અંતર રહ્યું... તેના ગરમ ગરમ શ્વાસોચ્છ્વાસ મને દઝાડવા લાગ્યા... છતાં મારા મનમાં રાણી પ્રત્યે જરા પણ કામવિકાર જાગ્યો નહીં. મોહવાસના જાગ્રત ના થઈ! પરંતુ હવે રાણીને પ્રત્યુત્તર આપીને, વહેલી તકે ત્યાંથી નીકળી જવાનો નિર્ણય કરી લીધો.
મેં રાણી સામે જોયું. નિર્વિકાર દૃષ્ટિથી જોયું. મારું હૃદય અત્યંત વ્યથિત હતું. મારા મર્મસ્થાનમાં પ્રહાર થયો હતો... જેને હું માતા માનીને આવ્યો હતો... એ મને પુત્રરૂપે નહીં, પરંતુ પ્રેમીરૂપે જોતી હતી! હું જેને પૂજ્ય માનતો હતો... બહુમાનથી જોતો હતો, એ મને વિકારદૃષ્ટિથી જોતી હતી. મેં ધીર-ગંભીર સ્વરે કહ્યું : ‘માતા, આ વિચારનો ત્યાગ કરો. આ કાર્ય, આ વ્યભિચાર, આ વર્તમાન જીવનનો તો નાશ કરે છે, પરલોકમાં પણ ઘોર દુઃખ આપે છે.’
‘પ્રિય, તું મને માતા ન કહે, ‘પ્રિયતમા’ કહે! એક વાર તો મને ‘પ્રિયતમા' કહીને બોલાવ!'
‘માતા, તમે ગુણનિધાન મહારાજાનો તો વિચાર કરો... એમના જેવા સત્પુરુષનો વિશ્વાસઘાત કરવાનું પરિણામ શું આવે? તમારા ઉચ્ચ કુળનો વિચાર પણ તમારે કરવો જોઈએ...'
‘અરે કુમાર, તું કેવી નમાલી વાતો કરે છે? શું મહારાજાએ બીજી રાણીઓ નથી રાખી? તો હું શું બીજા એકાદ પુરુષનો ઉપભોગ ના કરી શકું? આમાં વિશ્વાસઘાત શાનો? અને આપણા આ પ્રેમમાં ઉચ્ચ કુળ કે નીચકુળની વાત વચ્ચે ક્યાં નડે છે? તું ઉચ્ચ કુળમાં જન્મેલો છે, હું પણ ઉચ્ચ કુળમાં જન્મેલી છું! આપણો સંયોગ થાય, એમાં ખોટું શું છે? કુમાર, જ્યારે એકાંત હોય, સમર્પિત સુંદરી હોય... ત્યારે આવા અર્થહીન વિચારો ના કરવા જોઈએ...' તેણે મારા ખભા પર એના બે હાથ મૂકી દીધા, છતાં હું વિચલિત ના થયો. મેં કહ્યું :
માતા, કામવાસના ભોગ-ઉપભોગથી શાન્ત થતી જ નથી, ભોગોપભોગથી વાસના ઉત્તેજિત થાય છે... ઉત્તેજિત થયેલી વાસના જીવને મૂઢ બનાવી દે છે. માટે હે પૂજ્યા, આ અનાર્ય વિચારને ત્યજી દો.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૭૦૧