________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં મહારાણીના આવાસમાં જવાનો નિર્ણય કર્યો.
જેવો હું આવાસના દ્વારે પહોંચ્યો, મારી ડાબી આંખ ફરકવા લાગી. હું અંગસ્કુરણનું થોડુ-ઘણું વિજ્ઞાન જાણતો હતો, એટલે દ્વારની બહાર ઊભો રહી ગયો. મને વિચાર આવ્યો : “અહીં મારું શું અશુભ... અનિષ્ટ થઈ શકે?” મારા મનમાં કોઈ જ અનિષ્ટ-કલ્પના ના આવી. છતાં કોઈ અનિષ્ટ થવાની આશંકા હૃદયમાં લઈને મેં આવાસમાં પ્રવેશ કર્યો.
મેં મહારાણી અનંગવતીને જોઈ. તે પલંગ પર બેઠી હતી. ડાબા હાથની હથેળી પર પોતાનું ઉદાસ મુખ સ્થાપિત કરીને તે બેઠી હતી. તેણે આંખો ઊંચી કરીને મને જોયો. મેં બે હાથ જોડીને, મસ્તક નમાવીને પ્રણામ ક્ય, મે કહ્યું : “માતાજી, આપે મને યાદ કર્યો? મારા યોગ્ય આજ્ઞા કરો.” ‘કુમાર, મારે તને પ્રેમથી આજ્ઞા કરવી છે. તું મારી આજ્ઞા જરૂર માનીશ ને?'
મારા માટે યોગ્ય આજ્ઞા હશે તો અવશ્ય...' ‘કુમાર, થોડા દિવસ પહેલાં તું જ્યારે રાજમહેલના ઉદ્યાનમાંથી નીકળતો હતો ત્યારે મેં મારા આવાસની બારીમાંથી તને જોયો હતો. તેને જોતાં જ મારું મન તને મોહ પડયું હતું. તારા પ્રત્યે અનહદ અનુરાગ પ્રગટી ગયો છે મારા હૃદયમાં.”
મહારાણીની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મેં મહારાણી સામે જોયું. જોકે અનંગવતી રૂપ-લાવણ્યથી ભરપૂર હતી. એની કમળ જેવી આંખોમાં વાસનાનાં સાપોલિયાં રમતાં હતાં. મેં મારી આંખો જમીન પર સ્થિર કરી. મેં કોઈ ઉત્તર ના આપ્યો. રાણી અંગમરોડ કરતી બોલી :
કુમાર, તું મને તારા બાહુપાશમાં જકડી લે... આલિંગનોથી નવડાવી દે.. અને... મારી આ યૌવનસભર કાયાનો ભરપૂર ઉપભોગ કરી. મને પરમ તૃપ્તિ આપ... કુમાર, વિલંબ ના કર. હું કામવાસનાથી બળી રહી છું. દિવસ-રાત તારા જ ધ્યાનમાં પસાર કરું છું... તું જ મારો કામદેવ છે... હું તારી પ્રિયા રતિ છું!'
હવે મને ભય લાગવા માંડ્યો. “ આ રાણી મને વળગી તો નહીં પડે?' છતાં હું દઢતાથી ઊભો રહ્યો. આંખ પણ ઊંચી કરી નહીં, તે બે પગલાં આગળ વધી. હું ઉત્તર દિશાની બારી પાસે ઉભો હતો. પાછળ હટવા માટે પાંચ પગલાં જેટલી જગ્યા હતી, પરંતુ હું પાછળ ના હટ્યો. રાણીએ હવે દીન સ્વરમાં બોલવા માંડ્યું.
“કુમાર, તું મારી સામે તો જો.. એક મહારાણી... નમ્ર બનીને... તારાં ચરણોની દાસી બનવા ઈચ્છું છું... તને પ્રાર્થના કરું છું... શું તું મારી પ્રાર્થનાનો સ્વીકાર નહીં કરે? શું તારા હૃદયમાં મારા પ્રત્યે પ્રેમ નથી? કરુણા નથી ?'
રાણીનો સ્વર ગળગળો થઈ ગયો. તેની આંખો ભીની થઈ ગઇ... તે એક પગલું આગળ વધી...
600
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only