________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તો પછી ભલે તમે રક્ષણ કરો... અમે પણ જોઈએ કે તમે ક્વી રીતે રક્ષણ કરો છો....'
‘ભલે, જુઓ તમે. મારા દેહમાં પ્રાણી છે ત્યાં સુધી તો તમે એનો વાળ પણ વાંકો નહીં કરી શકો, હા, એક વાત તમે તમારા મહારાજાને કહેજો કે આ યુવાન કોઈ મારો સગો નથી કે સ્નેહી નથી. માત્ર શરણાગત છે.”
વીરસેને પોતાના બંને હાથમાં લાંબી લાંબી તલવારો લીધી. વિરસેનના રક્ષક સુભટો પણ ખુલ્લી તલવારો સાથે વીરસેનની આજ્ઞા મુજબ ગોઠવાઈ ગયા. કોટવાલે વિચાર કર્યો : “મારા સૈનિકો ઓછા છે, આના સૈનિકો વધારે છે. માટે અહીં ધીંગાણું કરવું નથી. મહારાજાને પૂછીને પછી જે-તે નિર્ણય કરીશ.' કોટવાલ પોતાના સૈનિકો સાથે ત્વરાથી નગરમાં ચાલ્યો ગયો. મહારાજા વિજયવર્માને બધી વાત કરી. મહારાજા ઉશ્કેરાઈ ગયા, આજ્ઞા કરી : “એ સાર્થવાહનો પણ વધ કરો, અને ચોરને શૂળી પર ચઢાવી દો.'
કોટવાલ એક સો શસ્ત્રસજ્જ સૈનિકો સાથે નગરની બહાર ગયો. સાર્થવા વિરસેનના પડાવને ઘેરી લીધો. બીજી બાજુ વીરસેનના સૈનિકોએ પણ યુદ્ધની તૈયારી કરી લીધી હતી. વિરસેન સ્વયં બખ્તર પહેરીને, બે હાથમાં તલવાર લઈને સજ્જ થયો હતો. વીરસેને રક્ષકોના સરદાર સૂરજિતને બોલાવીને કહ્યું : “આપણા જે ૨૫ ઘોડેસવાર સૈનિકો છે, તેમને પૂર્વ દિશાનો ઘેરો તોડીને બહાર નીકળી જવાનું કહો. અને તેઓ બહારથી હુમલો કરી દે. રાજાના બધા સૈનિકો પાદચારી છે, કોઈ ઘોડેસવાર નથી. એકાદ ઘટિકામાં જ યુદ્ધ પતી જશે.. જોકે તે પછી રાજા ઘોડેસવાર સૈનિકો મોકલશે, પણ ત્યારની વાત ત્યારે!
સૂરજિતે ૨૫ ઘોડેસવાર સૈનિકોને સૂચના કરી દીધી. તેઓએ પૂર્વ દિશામાં ઊભેલા દસ સૈનિકોના ઉપરથી ઘોડાને દોડાવી દીધા. લાંબા ભાલાઓનો ઉપયોગ કરી દસે સૈનિકોને યમલોકમાં પહોંચાડી દીધા... યુદ્ધ ચાલુ થઈ ગયું.. ઘોડેસવાર સૈનિકોએ રાજાના સૈનિકોને ટપોટપ મારવા માંડ્યા.
ત્યાં અચાનક મહારાજા વિયજવર્માના જયેષ્ઠ પુત્ર યશોવર્મા, લગભગ ૫૦ ઘોડેસવાર સૈનિકો સાથે આવી પહોંચ્યા. તેઓ અચૂક્રીડા કરવા માટે જંગલમાં ગયા હતા, ત્યાંથી પાછા ફરતા હતા. તેમણે આ ધમાલ જોઈ... યુવરાજે ત્રાડ પાડી : “લડાઈ બંધ કરો...! લડાઈ બંધ કરો.. કોટવાલ, શું છે આ બધું?' વીરસેન શ્રેષ્ઠીએ તરત જ પોતાના સૈનિકોને પડાવમાં પાછા ફરવા આજ્ઞા કરી દીધી. કોટવાલે પણ સૈનિકોને એક બાજુ પર ખસેડી લીધા.
યુવરાજ યશોવર્માએ કોટવાલને લડાઈનું કારણ પૂછુયું. ત્યાં વીરસેન પણ પહોંચી ગયા. તેમણે યુવરાજને પ્રણામ કરી, સર્વ હકીકત જણાવી. યુવરાજે વીરસેનને કહ્યું: શ્રેષ્ઠી, તમે શરણાગતની રક્ષા કરીને તમારા ધર્મનું પાલન કર્યું છે. હવે તમે ચિંતા ના કરો.” JOG
ભાગ-૨ ( ભવ પાંચમો
For Private And Personal Use Only