________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુવરાજે કોટવાલને કહ્યું : “જાઓ, પિતાજીને કહો કે કુમારના જીવતાં, શરણાગતને કોઈ મારી નહીં શકે.” કોટવાલે મહારાજાને વાત કરી. મહારાજાએ લડાઈ બંધ કરાવી. યુવરાજે વિરસેનને કહ્યું : “શ્રેષ્ઠી, આજે મારું આતિથ્ય ગ્રહણ કરીને, તમે આગળ વધજો.”
કુમાર, તમે યુદ્ધનો અંત લાવીને, શરણાગતની રક્ષા કરીને, મારું મોટું આતિથ્ય કર્યું છે. મારે દૂર દેશમાં જવાનું છે. પથ લાંબો છે. માટે મને કૃપા કરીને આગળ વધવાની અનુજ્ઞા આપો.'
યુવરાજે વીરસેનને ધન્યવાદ આપ્યા અને તેઓ નગરમાં ચાલ્યા ગયા. વીરસેને પેલા શરણાગત યુવાનને બોલાવીને કહ્યું : “યુવાન, હવેથી ક્યારેય ચોરી ના કરીશ. ચોરી કરવાથી આ ભવમાં દુઃખ મળે છે ને પરભવમાં પણ દુઃખ મળે છે....'
વીરસેને એ યુવાનને સુંદર વસ્ત્ર ભેટ આપ્યાં. સો સોનામહોરો આપી.. યુવાન વીરસેનનાં ચરણમાં પડી ગયો... “હે પૂજ્ય આપે મને મૃત્યુથી બચાવ્યો... અને ઉપરથી મારો સત્કાર કર્યો... આપનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. અને જીવનમાં ક્યારેય ચોરી નહીં કરું.” યુવાન ત્યાંથી પોતાના ગામ તરફ ચાલ્યો ગયો. વીરસેને સાથે સાથે આગળ પ્રયાણ કર્યું.
વીરસેન પરિવાર સાથે સતત પ્રયાણ કરતા લગભગ બે મહિને જયસ્થળ નગરે પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી યોગ્ય સમયે શીલવતીએ પુત્રને જન્મ આપ્યો. બાર દિવસ વીતી ગયા પછી, એ પુત્રનું નામ “વિનયંધર પાડવામાં આવ્યું
સનકુમાર, તમારા પિતા, ત્યારે યુવરાજ હતા, તેમણે મારા પિતા પર, માતા પર અને મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો હતો? નહીંતર, એ લડાઈમાં મારા પિતા વગેરે કોઈ બચત નહીં. મહારાજા વિજયવર્માના સૈનિકો સર્વનાશ કરી દેત..
મારા પિતાએ મને આ વૃત્તાંત વિસ્તારથી સંભળાવ્યો હતો. મેં તમને સંક્ષેપથી કહ્યો છે.
કુમાર, તમે વિચારતા હશો કે મેં આ વૃત્તાંત શા માટે કહ્યો? શા માટે પરિચય આપ્યો મારો? કુમાર, હું મોટા સંકટમાં મુકાઇ ગયો છું. તમે કદાચ જાણતા હશો કે હું અહીં મહારાજા ઇશાનચંદ્રની સેવામાં છું. મહારાજાનો મારા પર અતિ વિશ્વાસ છે એમ કહું તો ચાલે કે હું એમનો અંતરંગ મિત્ર છું! તેઓ તેમના મનની એકેએક વાત મને કહે છે. ગુપ્તમાં ગુપ્ત કામ તેઓ મને બતાવે છે. અને હું એ કાર્યને વફાદારી સાથે પૂર્ણ કરું છું.
આજે તેઓ રાણીવાસમાંથી સીધા મંત્રણાગૃહમાં આવ્યા. હું મંત્રણાગૃહમાં બેઠો હતો. હું ઊભો થયો. મહારાજાનું અભિવાદન કર્યું. મહારાજાના મુખ પર તીવ્ર રોષ
શ્રી સમરાદિત્ય મહાકથા
૭૭
For Private And Personal Use Only