________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતો. તેમણે મારા ખભે હાથ મૂકીને... ખંડમાં આઠ-દસ આટાં માર્યા... પછી મને કહ્યું : ‘વિનય, તું રાજપુત્ર સનત્કુમારને ઓળખે છે ને? હું એ રાજપુત્રને ચાહતો હતો. મને એ પ્રિય હતો, પરંતુ આજે મેં જાણ્યું કે એ દુરાચારી છે. તેણે તેના કુળને કલંકિત કર્યું છે. માટે તું એનો વધ કર... પરંતુ એવી રીતે મારી નાખજે કે કોઈને પણ ખબર ના પડે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં કહ્યું : ‘મહારાજાની આજ્ઞાનું પાલન થશે...' મહારાજાને પ્રણામ કરી હું મહેલમાંથી નીકળી મારા આવાસે પહોંચ્યો. મારા ચિત્તમાં ધોર સંતાપ પેદા થયો. આવું વધ કરવાનું કસાઈનું કામ પહેલવહેલું જ મને મહારાજાએ બતાવ્યું હતું, મને રાજસેવા પ્રત્યે તિરસ્કાર જાગ્યો. ‘આવી રાજસેવા શા માટે કરવી જોઈએ કે જેના પરિણામે નરકના ઊંડા કૂવામાં પડવું પડે...? ખરેખર, તે મનુષ્યોને ધન્ય છે કે જેઓ આ સંસારનો સર્વ પ્રપંચ છોડી તોવનમાં વસે છે! મહાત્માઓના સંગે રહે છે અને પરમાત્માનું ધ્યાન કરે છે...
હું શું કરું? મારે યુવાન રાજપુત્રને મારી નાખવાનો? મહારાજાએ મને થોડા દિવસો પહેલાં તો સનત્કુમારના ગુણો બતાવી એની પ્રશંસા કરી હતી. શું કુમાર એકાએક બગડી ગયો? એવું તો કુમારે શું કર્યું હશે? મહારાજાએ એને દુરાચારી કહ્યો... શું મહારાજાએ પૂરી તપાસ કરી હશે ખરી? ક્યારેક મહારાજા ઉતાવળ કરી નાખતા હોય છે. પૂરી તપાસ કર્યા વિના મૃત્યુદંડની સજા કેમ કરાય? પરંતુ મારાથી એમને પૂછાય પણ કેમ?’
મારી દ્વિધાનો પાર ના રહ્યો. છેવટે મેં વિચાર્યું : ‘હું સનત્કુમારને મળું... તેની સાથે વાત કરું... પછી કોઈ ઉપાય શોધીને, એનો વધ ના કરવો પડે... એવું કરું.' કારણ કે કુમાર, તમારા પિતાજીનો મારાં માતા-પિતા ઉપર અને મારા ઉપર પણ અનંત ઉપકારનો ભાર રહેલો છે. એ ઉપકારનો બદલો વાળવાનો મને અવસર મળી ગયો છે.
છ
હું ઘરેથી નીકળ્યો, ત્યાં જ કોઈ માણસની છીંક મને સંભળાણી. અપશુકન સમજીને હું ઊભો રહી ગયો... ત્યાં સિદ્ધાદેશ નામના રાજજ્યોતિષી, જેઓ મારી પાછળ જ ઊભા હતા તેમણે મને કહ્યું : ‘હે ભદ્ર, જવામાં વિલંબ ના કર. આ સાતમી છીંક છે! આ છીંક ‘સૌમ્યા’ કહેવાય. આનું ફળ છે આરોગ્ય અને અર્થલાભ. વિનયંધર, હું નિમિત્ત શાસ્ત્રનો જ્ઞાતા છું. મારા જ્ઞાનથી હું તને કહું છું કે મહારાજાએ તને જે આદેશ આપ્યો છે તે તને નથી ગમ્યો. જે વ્યક્તિ માટે આદેશ આપ્યો છે તે વ્યક્તિ નિર્દોષ છે... સાવ નિર્દોષ છે. તું ચિંતા ના કર. તારી ઇચ્છા મુજબ જ પરિણામ આવશે. તારે અત્યારે શીઘ્ર પ્રયાણ કરવાનું છે. વિલંબ કરીશ તો પરિણામ ખરાબ આવશે.’
જ્યારે હું ઘરે ગયો હતો, મને ચિંતામાં વ્યગ્ન જોઈને મારી માતાએ મને પૂછ્યું હતું
ભાગ-૨ * ભવ પાંચમો
For Private And Personal Use Only