________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: “વત્સ, તું શાથી વ્યગ્રચિત્ત છે? શું તારું શરીર સ્વસ્થ નથી?”
મેં મારી માતાને મહારાજાએ કરેલી આજ્ઞાની વાત કરી. મારા માતાના મુખ પર ગ્લાનિ તરી આવી. તેણે મને કહ્યું : “વત્સ, ભલે તારે રાજસેવા છોડવી પડે... ભલે આ દેશ છોડવો પડે, પરંતુ તે એ સનકુમારનો વધ કરીશ નહીં, કરાવીશ નહીં, એની રક્ષા કરજે. કારણ કે એના પિતાનો આપણા પરિવાર ઉપર ખૂબ ઉપકાર છે...'
માતાની આજ્ઞા મારા મનમાં જ હતી, ત્યાં “સિદ્ધાદેશ” નૈમિત્તિકે મને તમારી નિર્દોષતા પર છાપ મારી આપી! તમે કોઈ અપરાધ કર્યો નથી... એ મારો વિશ્વાસ છે. પરંતુ હવે મારે શું કરવું, તેનો ઉપાય તમે જ બતાવો.”
વિનયંધરની વાત મેં એકાગ્રતાથી સાંભળી. સાંભળતો ગયો અને એના પર વિચાર કરતો ગયો. “રાણીવાસમાં જે કંઈ બન્યું. તેથી રાણી મારા પર રોષે ભરાણી જ હશે. મારા નીકળી ગયા પછી મહારાજા ત્યાં ગયા હશે... ત્યારે રાણીએ, મારા તરફની વેરવૃત્તિથી પ્રેરાઈને, મને કલંકિત કરવા સ્ત્રીચરિત્ર અજમાવ્યું હશે.” મેં એનું શીલ લૂંટવા માટે એના પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે, એવી વાત રાણીએ રાજાને કરી હશે.
મહારાજાને અનંગવતી પર તીવ્ર રાગ છે! એટલે અનંગવતી જે કંઈ કહે તેને મહારાજા સાચું જ માને! ખરેખર, સ્ત્રીઓ કેવી માયાવી હોય છે? સર્પ જેવી વાંકી ગતિવાળી અને ડંખીલી હોય છે. આ રાણી સાચે જ અવિવેકી છે અને તીવ્ર કામેચ્છાથી વ્યાકુળ છે. તેને ધર્મ તો મળ્યો જ નથી. ધર્મની કોઈ ભાવના એનામાં મેં જોઈ નહીં. એની તો એક જ વાત છે : “વૈષયિક સુખોને ભોગવવાં!
પરંતુ હું એની કામેચ્છા કેવી રીતે પૂર્ણ કરું? મેં એને માતા માની છે. એટલું જ નહીં, મારા પર પૂર્ણ વિશ્વાસ મૂકનારા મારા પિતાતુલ્ય મહારાજાની એ મહારાણી છે. એ ભલે ભાન ભૂલીને વિકારપરવશ બને... હું મારું ભાન કેમ ભૂલી શકું?
ભલે મારો વધ થાય. ભલે મારું મૃત્યુ થાય. હું મૃત્યુથી ડરતો નથી. મારે મારો બચાવ પણ કરવો નથી... આદર્શની ખાતર મરી જવાનું હું પસંદ કરીશ.'
મેં વિનયંધર સામે જોયું. એ મારી સામે જોઈ રહ્યો હતો અને મારા પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરતો હતો.
એક એક જ
શ્રી સમરાદિત્ય મહાકથા
80c
For Private And Personal Use Only