________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હશે તેથી શું? મહારાજાએ સામે ચાલીને, નાના ભાઈને રાજ્ય આપ્યું છે... ને પોતે સાધુ થઈ ગયા છે. હવે વેર શા માટે?
હશે કોઈ કારણ... આ બધી રાજખટપટોમાં આપણને કંઈ સમજણ ના પડે... આપણે તો પૈસા સાથે કામ...”
પૈસા તો આપણને મળી જ ગયા છે ને! પછી પણ મળવાના છે... આપણે મુનિની હત્યા ન કરીએ તો?'
બંને વિચારમાં પડી ગયા.
નાગર, માની લે કે આપણે મુનિની હત્યા ના કરી, ઝેરીમલને કહી દઈએ-' અમે કામ પતાવી દીધું છે. અને પછી ક્યારેક તેમને ખબર પડે કે “મુનિ જીવતા છે.” ત્યારે ઝેરી નાગ જેવો ઝેરીમલ આપણને જીવતા રાખશે?”
સાગર, પડશે એવા દેવાશે. એ વખતની વાત એ વખતે આપણે મુનિને મારવા નથી. હા, તારી પૂરી સંમતિ જોઈએ. મુનિહત્યાનું પાપ કરીને, આપણે નરકે જવું નથી..” “ભલે, તો પાછા વળીએ.”
“ના, કોઈ ગામમાં જઈને થોડા દિવસ રહીએ. પંદરેક દિવસ પછી આપણે કાકેદી જઈશું.
૦ ૦ ૦ કાકંદીમાં ખળભળાટ મચી ગયો.
સુરુચિ બ્રાહ્મણની અત્યંત રૂપવતી પત્ની ખોવાઈ ગઈ હતી. સુરુચિએ મહાજન પાસે આવીને, ફરિયાદ કરી. મહાજનના શ્રેષ્ઠીઓ ભેગા થયા. બ્રાહ્મણને આશ્વાસન આપ્યું. “અમે ગમે ત્યાંથી તારી પત્નીને મેળવી આપીશું.'
એક યુવકે પૂછ્યું : 'પહેલાં પણ તારી પત્નીનું અપહરણ થયું હતું ને?” “હા જી, ધોળા દિવસે, રાજમાર્ગ પરથી..” ‘ઉપાડી જનારા પકડાયા હતા?
હા, પરંતુ એ વખતે મહારાજા જીવંત હતા. તેમણે પત્ની મેળવી આપી હતી... ને કહ્યું હતું : “હું ગુનેગારોને સજા કરીશ, તું જા. નગરમાં ઊહાપોહ ના કરીશ.'
નગરશેઠે કહ્યું : “આપણે સેનાપતિને મળીએ. આ કામ એમને સોંપીએ...' સહુએ સંમતિ આપી. નગરશેઠે કહ્યું : “હું એકલો જ સેનાપતિને મળું છું... પછી કાલે આપણે સહુ ભેગા થઈશું. બરાબર?'
સહુને વિદાય કરી, નગરશેઠ રથમાં બેસી સેનાપતિને ત્યાં ઊપડ્યા. સેનાપતિ રાજતે જે શેઠનું સ્વાગત કર્યું. શેઠે બધી વાત કરી. સેનાપતિ ચોંક્યા. વિચારમાં પડી ગયા.
કેમ વિચારમાં પડી ગયા? સેનાપતિજી.' ૮૪૪
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only