________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ, કુમારમાંથી રાજા થયા પછી પણ કુટેવ ગઈ નહીં...' એટલે?' “આપ સમજી જાઓ. હવે મારે કડક હાથે કામ લેવું પડશે અને મને મહાજનનું પૂરેપૂરું પીઠબળ જોઈએ...'
“મળશે, અવશ્ય મળશે સેનાપતિજી, હું વચન આપું છું. કોઈ પણ ભોગે આ અનિષ્ટનો નાશ કરવો જોઈએ.
“શેઠ, હું પ્રતિજ્ઞા કરું છું આ અનિષ્ટને ખતમ કરીશ.” * “તમારા કાર્યમાં તમે સફળ થાઓ.”
૦ ૦ ૦. સેનાપતિએ તરત જ રાજમહેલને ઘેરો ઘાલ્યો. ચારે બાજુ શસ્ત્રસજ્જ સૈનિકો ગોઠવી દીધા. પોતે કમરમાં બે તીક્ષ્ણ છરી છુપાવી, મહેલમાં દાખલ થયા. પોતાની સાથે એક બાહોશ સૈનિકને રાખ્યો. ધીરે ધીરે તેઓ મહારાજાના આવાસ તરફ આગળ વધ્યા. સૈનિકના બંને હાથમાં ખુલ્લી લાંબી તલવારો હતી. મહેલમાં સન્નાટો છવાયેલો હતો. મહારાજાની શયનકક્ષ પહેલા માળે હતો. ઉપર જવાનો દાદરો ગોળાકાર હતો. જરાય અવાજ ના થાય એ રીતે, બંને ઉપર ચઢવા લાગ્યાં. હજુ અડધો ચહ્યા હતા, ત્યાં સરરર કરતી એક છરી સેનાપતિના માથા પરથી પસાર થઈ ગઈ. સેનાપતિ છલાંગ મારી, ચાર પગથિયાં ચઢી ગયા. એમણે એક પુરુષને સામેના વરંડામાં દોડી જતો જોયો.વીજળીવેગે કમરમાંથી છરી કાઢીને, ઘા કર્યો... છરી પેલા દોડતાં પુરુષની પીઠમાં ખૂપી ગઈ. તેના મુખમાંથી ચીસ નીકળી ગઈ. સાથેના સૈનિકે જઈને, તેને પકડી લીધો. એક તલવાર સેનાપતિએ પોતાના હાથમાં લઈ લીધી. તેઓ હવે શયનગૃહની નજીક પહોંચી ગયા હતા. શયનગૃહની બહાર પૂર્વ-પશ્ચિમ બે લાંબી પરસાળ હતી. એ પરસાળોમાં માણસ છુપાઈને ઊભા હોય તો શયનગૃહ તરફ આવતી વ્યક્તિને નહીં, પરંતુ છુપાયેલા માણસો આગંતુકને જોઈ શકે.
શયનગૃહમાંથી સ્ત્રીનો દબાયેલો... વેદના ભરેલો. ધીમો અવાજ સંભળાતો હતો. સેનાપતિ શયનગૃહના દ્વારે પહોંચ્યા કે... બે બાજુથી બે યુવાનો ધસી આવ્યા. પરંતુ એ હુમલો કરે એ પહેલા સેનાપતિની એક લાત એકને પડી, બીજી વાત બીજાને પડી... બંને જમીન પર પટકાઈ ગયા... કે ચિત્તા જેવી સ્કૂર્તિથી સેનાપતિએ તલવારને નીચે ફેંકી, બંનેને ગળેથી પકડીને ઊભા કર્યા.. ને ભીંત સાથે બંનેનાં માથાં અફાળી દીધો... બંનેના મોઢાં પર એક એક લોખંડી મુક્કો જડી દીધો. બંનેને જમીન પર પટકી.. જોરથી શયનખંડનાં દ્વારને લાત મારી. પેલો સૈનિક ઘાયલ યુવાનને ઘસડીને, લઈ આવ્યો. ત્રણેને પરસાળમાં નાખી, ખુલ્લી તલવારે ત્યાં ઊભો. રહી ગયો. શ્રી સમરાદિત્ય મહાકથા
૮૪૫
For Private And Personal Use Only