________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક લાત મારી, શયનગૃહનો દરવાજો ના ખૂલ્યો. બીજી લાત મારી.. કે અંદરથી સત્તાવાહી અવાજ આવ્યો : “કોણ છે? અત્યારે દરવાજો નહીં ખૂલે.”
નહીં ખોલો તો મારે તોડવો પડશે... મહારાજા, જરા ઝરૂખામાંથી નીચે નજર કરો...'
થોડી ક્ષણો પછી દ્વાર ખૂલ્યું. વિજયકુમારના હાથમાં તલવાર હતી... સેનાપતિએ ફૂર્તિથી તલવાર પર પોતાની તલવારનો પ્રહાર કરી દઈ, રાજાને નિઃશસ્ત્ર કરી દીધો.
શું છે આ બધું?” રાજાએ કડકાઈથી પૂછ્યું.
બ્રાહ્મણ-પત્ની ક્યાં છે? એને હાજર કરો, પછી જ તમે આ ખંડમાંથી બહાર નીકળી શકશો. તમે રાજા છો - એટલે તમારા પર ઘા નથી કરવો... નહીંતર અહીં જ તમારાં સો વર્ષ પૂરાં થઈ જાય...' વિજયકુમાર ઊછળ્યો... તેણે સેનાપતિની છાતીમાં જોરદાર લાત ઠોકી દીધી. સેનાપતિ દરવાજાની બહાર પટકાઈ ગયા... પરંતુ એજ ક્ષણે સૈનિકે છરીનો ઘા કરી રાજાને ત્યાં જ પાડી દીધો. સૈનિકે છલાંગ મારી, સીધો તે રાજાના ઊપર કૂદ્યો. કમરેથી દોરડું ખોલી રાજાના હાથ-પગ બાંધી દીધા.
સેનાપતિ રાજતેજ ઊભો થઈ ગયો હતો. તેણે ખંડમાં પ્રવેશી, બ્રાહ્મણ-પત્નીને શોધી કાઢી. એ થરથર ધ્રૂજતી હતી. એનાં વસ્ત્ર ફાટેલાં હતાં અને લોહીવાળાં થયેલાં હતાં. રાજતે જે તેને આશ્વાસન આપ્યું : “બહેન, હવે તું ચિંતા ના કરીશ. તું તારા ઘેર જઈ શકીશ. એ પહેલાં તારાં માટે વસ્ત્ર મંગાવી લઉં છું.” સૈનિકને ઇશારો કર્યો. તે પલવારમાં ચાલ્યો ગયો. નીચે જઈને, એણે ઉપ-સેનાપતિને ઉપર મોકલ્યો. ઉપ-સેનાપતિએ ઉપર આવીને... જે દૃશ્ય જોયું. તે હેબતાઈ ગયો. રાજજે કહ્યું : નીચે એક પાલખી તૈયાર રાખો. આ બહેનને તેમાં બેસાડી, પાલખી ઢાંકીને, એના ઘરે પહોંચાડવાની છે.'
સૈનિક વસ્ત્રો લઈ આવ્યો. બ્રાહ્મણ-પત્નીએ વસ્ત્ર બદલી લીધાં. સૈનિકની સાથે તેને વિદાય કરી..
“કહો મહારાજા, હવે તમારું અને તમારા આ ત્રણ મિત્રોનું શું કરું?' સેનાપતિએ રાજાની છાતી પર તલવાર ટેકવીને, પૂછયું. વિજયકુમાર પાસે કોઈ ઉત્તર ન હતો.
પાલખીમાં બ્રાહ્મણ સ્ત્રીને બેસાડી, સૈનિક ઉપર આવ્યો. સેનાપતિએ કહ્યું : “આ બધાંનાં બંધન ખોલી નાખ.”
સૈનિકે બંધન ખોલી નાખ્યાં. સેનાપતિએ કહ્યું : “તમે મહેલની બહાર નહીં જઈ શકો. રાજસભામાં તમારો ન્યાય થશે..'
૮89
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only