________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોણ કરશે અમારો ન્યાય?' રાજા તાડૂક્યો. પ્રજા કરશે, મહાજન કરશે.' રાજા અને તેના ત્રણ મિત્રો હાથ ચોળતાં પડ્યાં રહ્યાં અને સેનાપતિ પોતાના સહાયક સાથે મહેલમાંથી બહાર આવી ગયા.
૦ ૦ ૦ રાજાને એના મહેલમાં જ નજરકેદ કરવામાં આવ્યો.
નગરશ્રેષ્ઠીની હવેલીમાં મહાજન અને મંત્રીમંડળ ભેગું થયું. સેનાપતિએ સમગ્ર ઘટના સ્પષ્ટ શબ્દોમાં કહી સંભળાવી, સૌ સ્તબ્ધ થઈ ગયા. સેનાપતિએ કહ્યું : “હવે આપ સહુની સમક્ષ, મહારાજાના આ પાપકાયના સાગરીતોને ઉપસ્થિત કરું છું. પૂર્વે પણ સ્વ. મહારાજાના સમયમાં આ જ ત્રણ સાગરિતો હતા કુમારના.” પોતાના સહાયક સૈનિકને ઇશારો કર્યો. તરત જ બાજુના ખંડમાંથી ઝેરીમલને, કોમળદત્તને અને કમલકાત્તને બહાર લાવવામાં આવ્યાં. ત્રણેને મજબૂત દોરડાઓથી બાંધેલા હતા. તેમના મોઢાં કાળાં પડી ગયાં હતાં. દષ્ટિ જમીન પર હતી.
નગરશ્રેષ્ઠીએ કહ્યું : “રે કુલાંગાર, કહો, તમે જ કહો, તમને શી સજા થવી જોઈએ?
ઉપ-સેનાપતિ ધવલે કહ્યું : “આ ત્રણે કાળા નાગ છે. મહારાજાને ખોટા રસ્તે ચઢાવનારા આ છેઆ ત્રણેને નગરની વચ્ચેના ચોકમાં શૂળી પર ચઢાવી દેવામાં આવે, તો આ નગરમાં કાયમ માટે શાન્તિ રહેશે અને મહારાજા સન્માર્ગે આવશે. જો મહાજને આ ત્રણને ક્ષમા આપી તો...'
ના, ના, આ દુષ્ટો ક્ષમાને પાત્ર જ નથી. એકસાથે સહુનો અવાજ ઊઠ્યો. સર્વાનુમતે આ ત્રણે અપરાધીઓને નગરના ચોકમાં શૂળી પર ચઢાવવાની સજા સંભળાવવામાં આવી.
બીજા જ દિવસે એ ત્રણેને શૂળી પર ચઢવી દેવામાં આવ્યા. રાજા વિજય ધ્રુજી ગયો. મહાજનની સત્તાનો એને ખ્યાલ આવી ગયો. મહાજને એને સંભળાવી દીધું : કાં તો તમે પ્રતિજ્ઞા કરો કે પ્રજાની મા-બહેનો અને દીકરીઓ ઉપર તમે કુદૃષ્ટિ નહીં કરો, કાં આ મહેલ, આ નગર છોડી ચાલ્યા જાઓ..'
રાજાએ કહ્યું : “બસ, પ્રતિજ્ઞા કરું છું. હવે જો ક્યારેય ભૂલ થાય તો મને કૂતરાના મોતે મારજો..”
વિજયકુમારના કાકા સામંત રાજાએ કહ્યું : “હવે, તમે વિલંબ કર્યા વિના વિજયને પરણાવી દો. એને જોઈએ તો ભલે આઠ કન્યાઓ સાથે પરણે કે બત્રીસ... પછી આવા ઉપદ્રવો નહીં થાય.' રાજા વિજય શરમાઈ ગયો.
એક સે .
શ્રી સમરાદિત્ય મહાકથા
૮૭
For Private And Personal Use Only