________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ILANET
મંબિહત્યા કરવા માટે ગયેલા સાગર અને નાગર પાછા આવી ગયા. એમને આ કામ સોંપનારા ઝેરીમલને શૂળી પર ચઢાવી દીધાના સમાચાર જાણી, તે બંને રાજા વિજય પાસે ગયા.
મહારાજા, આપને અત્યંત ગુપ્ત વાત કરવી છે.” રાજા એ બંનેને લઈ ગુપ્ત મંત્રણાગૃહમાં ગયો. “કહો, શી વાત છે?”
મહારાજા, ઝેરીમલે અમને પેલા સાધુની હત્યાનું કામ સોંપ્યું હતું. એ કામ અમે પતાવીને આવ્યા છીએ.”
બહુ સરસ! કહો, તમને શું આપું?' “નક્કી થયા મુજબ એક હજાર સોનામહોરો..” “ચાલો મારી સાથે હું તમને હમણાં જ આપી દઉં છું.” બંનેને સોનામહોરો આપીને, વિદાય કર્યો. રાજાને ખૂબ આનંદ થયો.
૦ ૦ ૦. જયમુનીશ્વર આચાર્યદેવ સનસ્કુમારના સાન્નિધ્યમાં દોષરહિત ચારિત્રધર્મનું પાલન કરી રહ્યા હતા. જ્ઞાની પુરુષોનાં ચરણોમાં બેસી ધર્મગ્રંથનું અધ્યયન કરતા હતા. તેમનું મન પરમ ઉપશાન્ત હતું. પ્રતિદિન એક જ વાર તેઓ આહાર ગ્રહણ કરતા હતા, તે પણ દોષરહિત ભિક્ષા લાવીને, રાગ-દ્વેષ કર્યા વિના આહાર કરતા હતા. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરતા હતા. શરીર પ્રત્યે પણ મમત્વરહિત બન્યા હતા. ક્યારેક આખી રાતની રાત ધ્યાનમગ્ન બની, ઊભા રહી જતા હતા.
એક દિવસ એમના મનમાં મૈત્રીપૂર્ણ વિચાર પ્રગટયો.
કાકંદીને છોડે ૧૦ વર્ષ થઈ ગયા. નાનો ભાઈ વિજય, મારા ત્યાં જવાથી જો જિનધર્મને પામે તો તેનું પારલૌકિક કલ્યાણ થાય. જો રાજ્યની ખટપટોમાં જ એનું જીવન પૂર્ણ થઈ જશે... તો એનો આત્મા દુર્ગતિમાં ચાલ્યો જશે. હું એને ધર્મનો ઉપદેશ આપીશ. ભલે એ ચારિત્રધર્મ લેવા ઉલ્લસિત ના થાય, શ્રાવકજીવનનાં અણુવ્રતો પણ જો એ સ્વીકારશે તો એનું કલ્યાણ થશે. આમેય આ દુનિયામાં એને હિતનો ઉપદેશ આપનાર બીજું કોણ છે? હું ગુરુદેવને વિનંતી કરું, જો તેઓ અનુમતિ આપે તો કાકેદી તરફ વિહાર કરું.
આમ વિચાર કરી, જયમુનિવર આચાર્યદેવની પાસે ગયા. વંદન કરી નિવેદન કર્યું : ૮૪૮
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only