________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંત, જો આપ અનુમતિ આપો તો સ્વજનોને પ્રતિબોધ આપવા હું કાકી જાઉં...”
ભદ્ર, તમારી ભાવના ઉત્તમ છે. તમે સુખ ઊપજે તેમ કરી શકો છો. તમારી સાથે દસ સાધુઓને મોકલું છું.”
ગુરુદેવના આશીર્વાદ લઈ, જયમુનિવરે મુનિર્વાદ સાથે કાકેદી તરફ પ્રયાણ કરી દીધું. તેમનું મનોમંથન ચાલતું રહ્યું :
પહેલા તો વિજયને હું વૈરાગ્યનો જ ઉપદેશ આપીશ. જો એ વૈરાગી બને તો ચારિત્રધર્મ સ્વીકારી શકે. જો એ દીક્ષા લેશે તો હું એને સંપૂર્ણ સહાયક બનીશ. એની પાસે ચરિત્રધર્મની સુંદર આરાધના કરાવીશ અને કદાચ, એના ચિત્તમાં વૈરાગ્ય નહીં જાગે તો શ્રાવકધર્મનો ઉપદેશ આપીશ. એને વ્રતો અને નિયમો આપીશ. સારો શ્રાવક બનાવીશ.”
લગભગ એક મહિનાનો વિહાર કરી, તેઓ કાકંદીનગરીના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યા. વનપાલકે મુનિરાજને ઓળખ્યા. “ઓહો... આ તો અમારા મહારાજા.... રાજર્ષિ જયકુમાર છે.” વનપાલક હર્ષવિભોર થઈ ગયો. તે રાજમહેલ તરફ દોડ્યો.
વિજયરાજાને પ્રણામ કરી, તેણે હર્ષિત વદને નિવેદન કર્યું :
“હે મહારાજા, આજે કાકંદીના આંગણે કલ્પવૃક્ષ પ્રગટ થયું છે. કામધેનુ આવી ગઈ છે. કામઘટ પ્રગટ થયો છે. હે રાજેશ્વર, આપના મોટા ભાઈ રાજર્ષિ જયકુમાર મુનિર્વાદ સાથે નગરની બહાર ચંદ્રોદય ઉદ્યાનમાં પધાયાં છે.”
હેં? મોટા ભાઈ રાજર્ષિ જયકુમાર પધાર્યા છે? ના હોય, બીજા કોઈ મુનિવરો હશે...?
મહારાજા, શું રાજર્ષિને હું ના ઓળખું? નાનાથી મોટા થયા. ત્યાં સુધી રોજ ચંદ્રોદય - ઉદ્યાનમાં આવતાં હતાં. હું તેઓને સારી રીતે ઓળખું છું. મેં તેઓને જોયા, વંદન કર્યું. તેઓએ મને આશીર્વાદ આપ્યા.. ને અહીં દોડી આવ્યો...”
અરે માળી, તેઓ તો દૂર પ્રદેશમાં વિચરતાં હતાં. તેઓ અહીં કેવી રીતે આવી શકે?” સમાન આકૃતિવાળા બીજા જ કોઈ મુનિ હશે? તે નામ પૂછ્યું હતું?
ના મહારાજા, નામ નથી પૂછ્યું...” ‘જા, સાથેના મુનિવરો પાસેથી નામ જાણીને, મને કહી જા.'
વનપાલક ગયો. રાજા ગૂંચવાયો, ધૂંધવાયો.. રઘવાયો થયો. “તો શું સાગરનાગરે બીજા જ કોઈ મુનિને,” “જયમુનિ' સમજીને મારી નાખ્યા હશે? અથવા આ જે આવ્યા છે તેઓ સમાન રૂપ-આકૃતિવાળા બીજા કોઇ મુનિ છે? માળી આવી જાય, પછી સાગર-નાગરને બોલાવું...'રાજા ખંડમાં આંટા-ફેરા મારવા લાગ્યો. “જો એ મારો દુશ્મન જીવતો રહી ગયો હશે. તો હવે એને હું બીજાના ભરોસે નહીં છોડું. હું પોતે જ એને ખતમ કરીશ... હવે એને જીવતો નહીં જવા દઉં.”
વનપાલકે આવીને, એની વિચારધારાને તોડી. શ્રી સમરાદિત્ય મહાકથા
૮૪૯
For Private And Personal Use Only