________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ ગયો. ત્રણે મિત્રોએ વિજયકુમારના સામે જોયું. વિજયકુમારે કહ્યું : ‘એક અગત્યના કામ માટે બોલાવ્યા છે તમને. આખી રાત મને ઊંઘ નથી આવી...’
‘એવું તે કેવું વિકટ કામ છે... કે આપની ઊંઘ હ૨ામ થઈ ગઈ?' ઝેરીમલે પૂછ્યું. ‘કોઈ પણ જાતના તર્ક-વિતર્ક કર્યા વિના... જો કામ કરવાનું વચન આપો... તો વાત કરું...’
‘વચન આપીએ છીએ.' કોમળદત્તે કહ્યું.
‘તો જયકુમાર સાધુ જ્યાં હોય ત્યાં જઈને... એને યમરાજ પાસે મોકલી દેવાનો છે.’
ત્રણે મિત્રોના કપાળે કરચલીઓ પડી ગઈ. તેઓએ ખંડમાં ચારે બાજુ નજર કરી લીધી, ઝેરીમલ ઊઠીને, દરવાજાની બહાર જોઈ આવ્યો. ‘કોઈ છુપાઈને સાંભળતું નથી ને?’ એની ચોક્સાઈ કરી લીધી.
‘મહારાજા, તર્ક કરવાની આપે ના પાડી છે, મારે તર્ક નથી કરવો, પરંતુ આ કામના પરિણામનો વિચાર કરવો, મને જરૂરી લાગે છે.’ ‘કોઈ પણ પરિણામ આવે... કામ થવું જોઈએ...’
‘કામ થશે... પણ એના સમયે... કમલકાત્તે કહ્યું. ‘વિલંબ નથી કરવાનો, મુહૂર્ત નથી જોવાનું...'
જેવી આપની આજ્ઞા...'
‘બસ, આ કામ માટે જ તમને બોલાવ્યા હતા... બીજી વાતો પછી કરીશું.' મિત્રો ચાલ્યા ગયા. વિજયકુમારને શાન્તિ થઈ.
૦ ૦
ઝે૨ીમલે બે કાતિલને બોલાવ્યા. નગરની બહાર શિવમંદિરની પાછળ જઈ, તેમને કામ સોંપ્યું. બંનેને ૧૦૦-૧૦૦ સોનામહોરો આપી અને કહ્યું : ‘તમે કામ પૂરું કરી આવો, પછી તમને એક એક હજાર સોનામહોરો આપીશ.’
એક હતો સાગર અને બીજો હતો નાગર. બંનેએ પોતના વસ્ત્રની નીચે નાની તીક્ષ્ણ કટારી છુપાવી હતી. ઝેરીમલે તેમને ગામનું નામ આપ્યું હતું. જયકુમાર મુનિને ઓળખવા નિશાનીઓ બતાવી હતી, જોકે સાગર અને નાગરે, જયકુમારને રાજાના રૂપે જોયેલા જ હતા, પરંતુ ઝેરીમલ આગળ સાવ અજાણ હોવાનો દેખાવ કર્યો હતો.
બંને જણા નીકળી પડ્યા.
માર્ગમાં બંને વચ્ચે વાર્તાલાપ ચાલ્યો. સાગરે કહ્યું : ‘શા માટે જયકુમારને મારી નાખવા માગતા હશે આ લોકો? હવે તો તેઓ મુનિ થઈ ગયા છે...’
‘સાગર, આ ઝેરીમલને તું જાણે છે ને? એ અત્યારે જે રાજા છે, તેમનો ખાસ મિત્ર છે...'
શ્રી સમરાદિત્ય મહીકથા
For Private And Personal Use Only
83