________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I૧ર૪H
વિજયકુમાર રાજા બની ગયો; પરંતુ તેની કર્મપરિણતિ જ વિચિત્ર હતી. અગ્નિશર્માના ભવમાં, ઘોર તપશ્ચર્યા સાથે કરેલો સંકલ્પ - “આ ગુણસેનના જીવને ભવોભવ હું મારનારો બનું...” એ દરેક જન્મમાં ઉન્માર્ગગામી અને હિંસક પ્રકૃતિનો બનાવે છે.
આચાર્યદેવની સાથે સર્વે સાધુ-સાધ્વીઓ કાકંદીથી વિહાર કરી ગયાં હતાં. નગરમાં અને રાજ્યમાં રાબેતા મુજબ જનજીવન ચાલી રહ્યું હતું. પરંતુ વિજયકુમારના મનમાં શાન્તિ ન હતી. તેના ચિત્તમાં હિંસાના ક્રૂર વિચારો ચાલ્યા કરતા હતા.
આ તો ઠીક છે, જયકુમારે સીધી રીતે મને રાજ્ય સોંપી દીધું.... નહીંતર એનો વધ કરીને, હું રાજ્ય લેત... હું એને છોડતો નહીં... જોકે મારે આ રીતે રાજ્ય લેવું જોઈતું ન હતું. આમાં તો એણે જાણે મને દયાદાન આપ્યું. મારે એનું દાન શા માટે લેવું જોઈતું હતું? ખેર, લઈ લીધુંપરંતુ એ જ્યારે પુનઃ કાકંદીમાં આવશે. ત્યારે પ્રજા એના જ ગુણ ગાવાની... અત્યારે પણ એના જ ગુણ ગવાય છે નગરમાં... હું સાંભળું છું ને અંદર સળગી જાઉં છું...
માટે ભવિષ્યમાં એનું નામનિશાન ના રહે તેવું મારે કરવું જોઈએ. કોઈનેય ખબર ના પડે, એ રીતે એનો વધ કરાવી દઉં.
છે મારા વિશ્વાસપાત્ર એવા માણસો.. એ જ્યાં રહેલો હશે ત્યાં જઈને, કામ પતાવી આવશે. જ્યારે અહીં સમાચાર ફેલાશે ત્યારે શોક પાળતાં મને આવડે છે...”
ચંડાળ ચોકડી ભેગી થઈ. રાજમહેલના ગુપ્ત મંત્રણાખંડમાં ચાર મિત્રો ભેગા થયા. ઝેરીમલ, કોમળદત્ત, કમલકાત્ત અને ચોથો પોતે વિજયકુમાર.
ઝેરીમલે પૂછયું : “અત્યારે અમને શા માટે બોલાવ્યા? હમણાં થોડા દિવસ જવા. દેવા જોઈએ, કારણ કે આપણા પર મહાજનની નજર છે.”
કમલકાત્તે કહ્યું : “સેનાપતિ પણ આપણા પર ધ્યાન રાખે છે...'
કોમળદત્તે કહ્યું : “ભલેને ગમે તે નજર રાખે.... આપણું શું બગાડવાના છે?” મહારાજા આપણા મિત્ર છે... એ આપણા રક્ષક છે.'
ઝેરીમલે ગુસ્સે થઈને કહ્યું : “મૂર્ખ, રક્ષક ઉપર જ નજર છે. મહાજનની શક્તિ તું જાણે છે? રાજાને પણ પદભ્રષ્ટ કરીને રસ્તે રઝળતો કરી દે...' કોમળદત્ત ચૂપ ટક્કર
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only