________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર્તા-વિનિમય કરી સહુ વિખરાયા. વાતોને ગુપ્ત રાખવાની સહુએ પ્રતિજ્ઞા કરી. સંગઠિત રહેવાનો સંકલ્પ કર્યો.
મહારાજા જયકુમાર, રાજમાતા લીલાવતી. મહામંત્રી અને બીજા એક હજારથી પણ વધારે સ્ત્રી-પુરુષો સંસારવાસ ત્યજી, ચારિત્રધર્મ સ્વીકારવા તત્પર બન્યા હતા.
કાકંદીનગરીને શણગારવામાં આવી હતી. રાજમહેલના પટાંગણમાં વાજિંત્રી વાગી રહ્યાં હતાં. ત્રણ રથ શણગારીને તૈયાર રાખવામાં આવ્યા હતા.
મહારાજા, રાજમાતા અને મહામંત્રી, રથોમાં આરૂઢ થયાં અને નગરની બહાર જવા શોભાયાત્રા પ્રારંભ થઈ... નગરવાસીઓએ સહુના ઉપર પુષ્પવૃષ્ટિ કરવા માંડી. મંગલ ગીતો ગવાવા લાગ્યાં.
સહુ બાહ્ય ઉદ્યાનમાં આવ્યાં કે જ્યાં આચાર્યશ્રી સનકુમાર બિરાજમાન હતાં. દેવી અજિતબલાએ રાતોરાત ઉદ્યાનને નંદનવન સદશ બનાવી દીધું હતું. પરોક્ષ રીતે દેવી ત્યાં ઉપસ્થિત રહ્યાં.
આચાર્યદેવે વિધિવત્ જયકુમારને, રાજમાતાને અને મહામંત્રીને દીક્ષા આપી. તે પછી અન્ય સ્ત્રી-પુરુષોને દીક્ષા આપી. સહુને ચારિત્રધર્મમાં પુરુષાર્થશીલ બનવાનો ધર્મોપદેશ આપ્યો.
ત્યાર પછી સહુ જનોએ આચાર્યદેવને વંદના કરી, નૂતન દીક્ષિતને વંદના કરી, અણુવ્રત વગેરે વતો ગ્રહણ કર્યા. સહુ નગરમાં પાછા વળ્યા.
એ
એક
શ્રી સમરાદિત્ય મહાકથા
૮૪
For Private And Personal Use Only