________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માતાના શોક-ઉદ્વેગને દૂર કરવા, તેમણે વિજયકુમારનો રાજ્યાભિષેક કરી દીધો... ને પોતે શ્રમણ બની જવાનો નિર્ણય કરી લીધો.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'તો પછી, રાજમાતાએ એમના લાડલા પુત્રને ખોટાં કામોથી રોકવા રહેવું જોઈએ મહેલમાં, તેઓ શા માટે દીક્ષા લેવા તૈયાર થઈ ગયાં છે?’
‘વિજયકુમાર ક્યાં રાજમાતાને ગણકારે જ છે?'
‘તો પછી એનો પક્ષ શા માટે લીધો? શા માટે એનો રાજ્યાભિષેક થવા દીધો?'
‘જે બનવાકાળ હતું તે બની ગયું... હવે આપણે ભવિષ્યનો કોઈ વિચાર કરી લઈએ, કારણ કે મહામંત્રી પણ દીક્ષા લઈ લેવાના છે. નવા મહામંત્રી શી ખબર કોણ બનશે...?
વાસવદત્તે કહ્યું : ‘સંઘશક્તિ બલીયસી.’ જો આપણામાં એકતા હશે, એટલે કે પ્રજામાં એકતા હશે તો આપણે જરૂર પડે રાજાને રાજસિંહાસન પરથી ઉતારી શકીશું. એને પદભ્રષ્ટ કરી, સત્તાનાં સૂત્રો હાથમાં લઈ શકીશું. હવે રાજાનાં દુષ્કૃત્યો સામે દબાઈ-ચંપાઈને બેસી રહેવાશે નહીં.
બીજા એક વૃદ્ધ શ્રેષ્ઠીએ પોતાનો અભિપ્રાય આપ્યો : ‘જો હવે રાજા પ્રજાને રંજાડે... તો આપણે આ રાજ્ય છોડીને, પડોશી રાજ્યમાં ચાલ્યા જવું.'
નગરશેઠે કહ્યું : ‘મહાજન ચાલ્યું જાય રાજ્ય છોડીને, પણ સામાન્ય પ્રજાનું શું? એ ઘરબાર અને ધંધો છોડીને, ના જઈ શકે. એના પર રાજા જુલ્મ કરે તો? માટે હવે રાજા સામે લડી લેવા સિવાય બીજો કોઈ માર્ગ નહીં રહે.'
વાસવદત્તે કહ્યું : ‘તે માટે રાજ્યનાં તમામ ગામ-નગરોમાં યુવાન પ્રજાજનોને શસ્ત્રકલા અને યુદ્ધકલા શીખવવાનું આયોજન કરવું પડશે. જરૂર પડે ત્યારે એ પ્રજાનું સૈન્ય કામ લાગે.’
એક શ્રેષ્ઠીપુત્ર કુણાલે કહ્યું : ‘સેનાપતિ રાજતેજ મારા અંગત મિત્ર છે. મેં તેઓને પૂછ્યું હતું... કે નવા મહારાજા તરફથી પ્રજાને રંજાડ થશે તો તમે રાજાના પક્ષે રહેશો કે પ્રજાના?'
८४०
સહુ બોલી ઊઠ્યા : ‘શું કહ્યું સેનાપતિએ?'
‘એમણે કહ્યું કે હું ન્યાયના પક્ષે રહીશ. જરૂર પડે મારી સેના રાજા સામે બળવો કરશે... તમે નિશ્ચિંત રહો અને એવી કોઈ વાત આવે કે તરત મને વાત કરો.' 'તો તો ઘણું સારું, આપણે નિશ્ચિત!’
For Private And Personal Use Only
ભાગ-૨ ૪ ભવ પાંચમો