________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચાર્યદેવશ્રી સનકુમાર, કાકંર્દીનગરીના રાજપુત્ર જયકુમારને પોતાનું જીવનચરિત્ર કહી રહ્યા છે. જયકુમાર ઉત્સુકતાથી સાંભળી રહ્યો છે. જયકુમારે પૂછ્યું : ‘ભગવંત, પછી અનંગસુંદરીનો સંદેશો આવ્યો?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હા, તેણીએ વસુભૂતિને કહેવરાવ્યું કે આવતી કાલે પ્રભાતે રાજકુમારને લઈને તમે રાજમહેલની પાછળના કુસુમોદ્યાનમાં આવી જજો.’ હું અને વસુભૂતિ ઉદ્યાનમાં ગયા. અમને કોઈ પણ રાજપુરુષે રોક્યા નહીં. સહુ અમને ઓળખતા હતા.
અમે બંને મિત્રો, માધવી લતામંડપની બહાર બેઠા, ઉદ્યાનની શોભા જોતાં હતાં, ત્યાં અનંગસુંદરી અમારી પાસે આવી. તેણે મને કહ્યું : ‘મહારાજ કુમાર, આપ ચંદનલતાગૃહમાં પધારો.'
મેં વસુભૂતિ સામે જોયું. વસુભૂતિએ કહ્યું : ‘અનંગસુંદરી કહે તેમ કરો.’
અમે બંને, અનંગસુંદરીની પાછળ ચંદન-લતાગૃહમાં ગયા. વસુભૂતિ બહાર ઊભો રહ્યો. હું લતાગૃહમાં ગયો. ત્યાં મેં વિલાસવતીને જોઈ... ખૂબ નજીકથી તેને જોઈ. તેના કમલ જેવા કોમળ અને લાલ રંગથી રંજિત ચરણ-હૃયથી માંડી... ઘનશ્યામ કેશકલાપ પર્યંત... સર્વાંગસુંદર દેહનું દર્શન કર્યું. મારું હૃદય તેની તરફ તીવ્રતાથી આકર્ષાયું.
દિગંતને ઓઢીને ઊભેલા ચંદ્રની જેમ વિલાસવતી ઊભી હતી. તેના અંગો સુરેખ હતાં. તેની ત્વચા લીસી રેશમ જેવી હતી. અંગો સુંવાળાં, સ્વચ્છ અને સુરેખ હતાં. હું એ અનુપમ દશ્ય જોઈ રહ્યો. તેણે ગળામાં પહેરેલી મોતીની સેર, વક્ષ:સ્થળ પર ઝળુંબતા રંગબેરંગી મૂલ્યવાન રત્નોનો હાર, હાથ ઉપર હીરાજડિત સ્વર્ણની બંગડીઓ, કાનમાં પહેરેલાં કુંડલ અને નાકમાં પહેરેલી હીરા મઢેલી ચૂની. ખરેખર, વિલાસવતી સાક્ષાત્ દેવાંગના લાગતી હતી.
અજબ રોમાંચથી અનંગખેલ રચાયો. બંને જવાન હૈયામાંથી, શરીરમાંથી અસ્ફૂટ રહેલી કો સૂરાવલીને એકાએક છોડવામાં આવી હોય તેમ એક લયગુંજન શરૂ થયું. ઉન્માદક તરજ અને લયકારીના ઠેકા સાથે અનંગનૃત્ય નિર્માયું. અમારા બે વચ્ચે પ્રેમનો સેતુ રચાયો. નિજાનંદમાં નિમજ્જન થયું. અલબત્ત, તેમાં પ્રેમની કોઈ ઉદાત્તતા ન હતી, માત્ર પાશવી સંવેગો હતા. પ્રાણીજન્ય આવેગો હતા. અમારી વચ્ચે સ્નેહની ગાંઠ બંધાઈ ગઈ. ગુપ્ત મૈત્રી રચાઈ ગઈ.
વિલાસવતીએ મારી સામે જોયું. એની આંખોની કીકીમાં સ્નેહની લાલિમા હતી. પ્રેમની ઉજ્જવળતા હતી, તે શરમાતી-શરમાતી બોલી : ‘કામદેવનું સ્વાગત હો!'
મેં એવી જ ભાષામાં પ્રત્યુત્તર આપ્યો : ‘વસંતલક્ષ્મીનું સ્વાગત હો!' સુંદરી, હવે શરમ છોડી દો....
GEG
વિલાસવતીએ કહ્યું : ‘આપ આ આસન પર બેસો.' તેણીએ મને આસન તરફ અંગુલીનિર્દેશ કર્યો. મને લાગ્યું કે આ આસન ૫૨ એ બેઠેલી હતી, એટલે મને અ
ભાગ-૨ ભવ પાંચમો
For Private And Personal Use Only