________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસન ગમ્યું. હું એ આસન પર બેઠો. સામે બીજું આસન ગોઠવેલું હતું. મે રાજકુમારીને એ આસન પર બેસવા કહ્યું. તે બેસી ગઈ અને મને એણે સુગંધી તંબોલ-પાન આપ્યું. મેં ગ્રહણ કર્યું.
મેં કહ્યું : “દેવી, જ્યારે તારી નાખેલી પુષ્પમાળા મેં ગળામાં આરોપી હતી. ત્યારે જ તને મેં મારા હૃદયના સિંહાસન પર સ્થાપિત કરી હતી... તને મળવા મારું મન તડપતું હતું... તારા સિવાય આ દુનિયામાં કંઈ જ સારભૂત લાગતું ન હતું...”
“મારા હૃદયવલ્લભ! મારી સ્થિતિ એથીય વધારે ખરાબ હતી... તમારા વિના... હું કેટલી અસ્વસ્થ, પ્લાન... અને દીન-હીન બની ગઈ હતી... તે તો તમને મારી સખી અનંગસુંદરી જ કહી શકશે. તમને એ રાજમાર્ગ પર જતા જોયા... જોતાં જ મારું હૃદય તમને અપાઈ ગયું... પુષ્પમાળા તમારી ઉપર સરી પડી... તમે ઉપર જોયું... આપણી દૃષ્ટિ મળી.. મારા પ્રેમનો સ્વીકાર હતો એ દૃષ્ટિમાં... પણ તમે તો પછી ચાલ્યા જ ગયા.. શું મને યાદ કરતા હતા?'
રાજકુમારી! તારા સિવાય બીજું કંઈ યાદ ન હતું! દિવસ અને રાત તારી જ મૃતિ રહેતી હતી. તારા વિના જીવન વ્યર્થ લાગતું હતું. જો મિત્ર વસુભૂતિ ન હોત તો તું મને જીવતો ના જોઈ શકત.. એ મારો પ્રાણપ્રિય મિત્ર છે! એણે અનંગસુંદરીનો પરિચય સાધીને... તારો - મારો મેળાપ કરાવી આપ્યો છે.
‘રાજકુમાર, બધો યશ તમારા મિત્રને ના આપ... મારી સખી અનંગસુંદરીને પણ યશ આપો!”
અવશ્ય, અહીં આપણો મેળાપ ગોઠવી આપવાનું કામ તો એણે જ કર્યું છે ને!” અમારો વાર્તાલાપ આગળ ના ચાલ્યો, ત્યાં જ અટકી ગયો. કારણ કે મહારાજાના અંતઃપુરનો રખેવાળ મિત્રભૂતિ ત્યાં લત્તામંડપના દ્વારે આવીને ઊભો. તેણે કહ્યું :
રાજકુમારી, મહારાજાએ કહેવરાવ્યું છે કે ઘણા સમયથી તમારું વીણાવાદન સાંભળ્યું નથી. મેં ગઈ કાલે પણ વીણા વગાડી ન હતી. તેથી મને ગુસ્સો આવ્યો હતો... પણ હવે આજ તો તું અવશ્ય વીણાવાદન કરીશ!'
‘મિત્રભૂતિ, તું પિતાજીને કહે કે હું આજે અવશ્ય વીણાવાદન કરીશ. એક પ્રહરપર્યત કરીશ. પિતાજીને ગમતા બધા રાગ વગાડીશ.”
તે આસન પરથી ઊભી થઈ. મિત્રભૂતિએ એક નજર મારા પર નાખી, જોકે એ મને ઓળખતો હતો. રાજસભામાં મહારાજાની પાસે બેઠેલો મને જોયો હતો એણે.
મિત્રભૂતિની પાછળ વિલાસવતી, પણ મારી તરફ સ્નેહભરી દૃષ્ટિથી જોતી જોતી ચાલી ગઈ.
* ચૂક કે
શ્રી સમરાદિત્ય મહાકથા
GGO
For Private And Personal Use Only