________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LY૧૦૧HI
હું અને વસુભૂતિ, અમે અમારા ભવનમાં પહોંચ્યા. મારું મન આનંદવિભોર હતું. વસુભૂતિ પણ મારું કાર્ય સંપન્ન થવાથી સંતુષ્ટ હતો. અમે વસ્ત્રપરિવર્તન કરી, ભોજનાદિથી નિવૃત્ત થયા. મારા મનમાં હવે વિલાસવતી સાથે કેવી રીતે લગ્ન કરવાં એના વિચારો ગતિશીલ થઈ ગયા હતા. જોકે કોઈ ઉપાય મને જડતો ન હતો. મેં વસુભૂતિને મારા વિચારો કહી સંભળાવ્યા. વસુભૂતિએ કહ્યું : “કુમાર, ધીરજ રાખો. યોગ્ય સમયે બધું જ થઈ જશે. કારણ કે રાજકુમારી હવે તમારા સિવાય બીજા કોઈ યુવાનને પરણશે નહીં, એ મારું ચોક્કસ અનુમાન છે.'
“હું પણ એને અવશ્ય પરણીશ.” ઉલ્લાસમાં આવી મેં પણ કહી નાંખ્યું. અમે ઘણી વાતો કરતા રહ્યા... વાતો કરતાં કરતાં ઊંધી ગયા. જ્યારે જાગ્યા ત્યારે ભવનના વરંડામાંથી સૂર્ય દેખાયો. ક્ષિતિજ ઉપર જાણે હિંગળોક ઢોળાયો હતો. હું ઊભો થયો, પાણીનો લોટો લઈ, વરંડામાં જઈ, મેં મોં ધોયું.. આંખો પર પાણી છાંટ્યું.. અને પાછો ખંડમાં આવી, પલંગ પર બેઠો.
ત્યાં અનંગસુંદરીએ ખંડમાં પ્રવેશ કર્યો. તેના હાથમાં એક સુંદર થેલી હતી. તેણે મને પ્રણામ કરી, થેલીમાંથી વિલેપનની સોનાની ડબ્બી કાઢીને મને આપી. મને કહ્યું : “આ વિલેપન છે, આપે આનો ઉપયોગ કરવાનો છે.' પછી પુષ્પમાળા કાઢીને મને આપી કહ્યું : “મારી સ્વામિનીએ સ્વયં સિક્વર પુષ્પોની આ માળા ગૂંથીને મોકલી છે. આપે કંઠે ધારણ કરવાની છે.' ત્યાર બાદ તેણે નાનકડી સુંદર પાનદાની કાઢી. તેમાંથી તંબોલ કાઢી મને આપ્યું. મેં સીધું જ મોંમાં મૂકી દીધું. અનંગસુંદરીના મુખ પર સ્મિત રમી ગયું.
વસુભૂતિએ અનંગસુંદરીને કહ્યું : “સુંદરી, મારા મિત્રનો વિવેક જોયો ને?' કુમાર, આવા ઉત્તમ પુરુષમાં સહજ રીતે જ વિવેક હોય! મેં કહ્યું : “સુંદરી, તારી સ્વામિનીનો વિનય પણ ખરેખર શ્લાઘનીય છે...'
અને મારો વિનય...?' કૃત્રિમ રોષ કરતી અનંગસુંદરીએ તીરછી નજરે મારી સામે જોયું. હું હસી પડ્યો. મેં કહ્યું :
સુંદરી, તારો વિનય, તારો વિવેક... તારી મધુરવાણી અને તારી બુદ્ધિમતા જોઈને તો આ મારો મિત્ર તારા પર મોહી પડ્યો છે... ખરુંને વસુભૂતિ?’ મેં વસુભૂતિ સામે જોયું. વસુભૂતિએ સુંદરી સામે જોયું...
તમે આપણા પ્રેમની વાત મહારાજકુમારને કહી દીધી લાગે છે, નહીં? અનંગસુંદરીએ ગંભીર બનીને પૂછયું.
ભાગ-૨ રુ ભવ પાંચમો
૯૮
For Private And Personal Use Only