________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંગસુંદરી કૃત્રિમ રોષ કરીને બોલી : “કેવા છે તમારા એ મિત્ર રાજકુમાર? મારી સ્વામિનીના ભાવ શું તેઓ ન જાણી શક્યાં?'
જાણી ગયા છે!” “તો પછી પોતાની પ્રેમિકાને મળવાનો પ્રયત્ન કેમ નથી કરતા?”
કરે છે પ્રયત્ન, પરંતુ તેઓ એવો ઉપાય શોધે છે કે તેમની અને રાજકુમારીની નિંદા ના થાય અને પરસ્પર મિલન થાય...'
એવો ઉપાય હું બતાવું તો?' બતાવ!” પરાક્રમી પુરુષ કન્યાનું હરણ કરી જાય!” હરણ?' હા, સમાન રૂપ, સમાન કુળ અને સમાન પ્રેમ હોય તો હરણ કરવું જોઈએ.”
સુંદરી, સનકુમાર, તારી સખી વિલાસવતીનું અપહરણ ના કરી શકે. કારણ કે વિલાસવતીના પિતા મહારાજા ઇશાનચંદ્રનો સનકુમાર પર અત્યંત સ્નેહ છે. મહારાજાએ તેને રાજમહેલમાં સર્વત્ર જવા-આવવાની છૂટ આપી છે, એટલું જ નહીં, ખૂબ જ બહુમાનથી કુમાર માટે ખર્ચનો દ્રવ્યરાશિ મોકલાવે છે. હવે તું જ કહે, સનકુમાર વિલાસવતીનું અપહરણ કરી શકે ખરા?' “ના કરી શકે...” તો હવે તારી સ્વામિનીને તું પૂછ કે કુમારને મળવા માટે તે શો ઉપાય કરે છે...”
સ્વામિનીને પૂછવાની જરૂર નથી. હું જ ઉપાય બતાવું છું. રાજ કુમારને મહેલમાં અને મહેલના ઉદ્યાનમાં ફરવાની છૂટ છે ને? તો તમે, હું કહું ત્યારે મહેલના ઉદ્યાનમાં કુમારને લઈને આવી જજો. હું રાજકુમારીને લઈને આવી જઈશ. બરાબર છે ને ઉપાય?'
૦ ૦ ૦. વસુભૂતિએ મારી પાસે આવીને બધી વાત કરી. તેણે મારી પ્રબળ ઇચ્છા પૂર્ણ કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. એની બધી વાત સાંભળીને મેં અનહદ આનંદનો અનુભવ કર્યો. અપૂર્વ પ્રીતિ અને અપૂર્વ તૃપ્તિ પામ્યો. હું પલંગમાંથી ઊભો થઈ નાચવા લાગ્યો... “વસુ, આજનો દિવસ મહોત્સવનો છે! મારા મિત્ર, આજે મિત્રો સાથે આપણે મહોત્સવ ઊજવીશું!'
“ના, ના, આજે સાંજે તો મિત્રોને અહીં આવવાની જ ના પાડવી દઉં છું. કદાચ સંધ્યાસમયે અનંગસુંદરીનો સંદેશો આવશે તો આપણે રાજમહેલના ઉદ્યાનમાં જવું પડશે!”
હું વસુભૂતિને ભેટી પડ્યો. મેં એને સોનાનાં બે કડાં પહેરાવી દીધાં, અને કહ્યું : ‘તું કહીશ ત્યારે આપણે જઈશું ઉદ્યાનમાં...” શ્રી સમરાદિત્ય મહાકથા
GGU
For Private And Personal Use Only