________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરવા ઇચ્છે છે, એ જ તારી યોગ્યતા છે.'
રાજા હર્ષિત થયો, આશ્વસ્ત થયો, રાજાએ ઉદ્યાનમાં જ મહામંત્રીને, મંત્રીમંડળ સાથે બોલાવ્યા. રાજાએ તેમને કહ્યું : મહામંત્રી અને અન્ય મંત્રીઓ, હું ગૃહવાસથી વિરક્ત થયો છું. મારે મારા આત્માને પાપોથી મુક્ત કરવો છે, અને તે માટે આ અંતર્યામી મુનીશ્વર પાસે હું ચારિત્રધર્મ અંગીકાર કરીશ. માટે તમે અભયરુચિકુમારનો રાજ્યાભિષેક કરજો..... રાજ્યાભિષેક એના સારા મૂહુર્ત કરજો. હું તો આજે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશ. હવે હું મહેલમાં આવવાનો નથી.'
મંત્રીઓને કલ્પના જ ન હતી કે રાજા ગુણધર દીક્ષા લેશે! શિકાર અને જુગારમાં આસક્ત રાજા સાધુ બને.. એ વાત તેઓ માની શકતા ન હતા, પરંતુ મહારાજાએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં પોતાનો અભિપ્રાય જણાવી દીધો હતો.
રાજપુરુષો દ્વારા રાજમહેલમાં આ વાત પહોંચી. પહેલાં મેં જ આ વાત સાંભળી... કારણ કે રાજપુરુષોએ સર્વ પ્રથમ મને જ કહ્યું કે : “મહારાજાએ આપનો રાજ્યાભિષેક કરવાની મંત્રીમંડળને આજ્ઞા કરી છે! મહારાજા સ્વયં ચારિત્રધર્મ અંગીકાર કરવા તત્પર બન્યા છે!”
મેં આ વાત મારી બહેન અભયમતિને કહી. તેને આશ્ચર્ય થયું. અમે બંને પગે ચાલીને, મહારાજાની પાસે પહોંચ્યાં.
વાત અંતઃપુરમાં રાણીઓને જાણવા મળી... ગીત અને સંગીત બંધ થઈ ગયું. રાણીઓ સ્નેહથી કાતર બની ગઈ. ભયથી વિહ્વળ બની ગઈ અને આઘાતથી હતપ્રભ થઈ ગઈ. કરુણ રુદન કરવા લાગી... અને રાજમહેલમાંથી નીકળી પગપાળા ઉઘાન તરફ ચાલી.
મહારાજા ગુણધર, શિકાર કરવા નીકળ્યા હતા, એટલે માથે મુગટ ન હતો. હાથ પર બાજુબંધ ન હતા. ગળામાં રત્નાહાર ન હતો... સાવ સામાન્ય વસ્ત્રોમાં તેઓ મુનીશ્વરની પાસે બેઠા હતા. શિકાર માટેનાં શસ્ત્રો તેમણે અશ્વ પર મૂકી દીધાં હતાં.
રાણીઓએ ત્યાં આવીને મહારાજાને પ્રણામ કરી, તેઓનો જયજયકાર કર્યો. મહારાજાએ વિરક્ત ભાવે રાણીઓ સામે જોયું અને ઇષતું સ્નેહ પ્રદર્શિત કરતા વદનને નમાવ્યું.
મુખ્ય રાણી નિરંજનાએ કહ્યું : “સ્વામીનાથ! આપ ઊંડી ચિંતામાં ડૂબી ગયેલા દેખાઓ છો... જાણે કે સિંહ પાંજરામાં પુરાઈ ગયો હોય... તેવી આપની અવસ્થા દેખાય છે.”
૪૪
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only